અમદાવાદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના નારોલ વિસ્તારમાં રંગોલીનગર હાઈ ફાઇ ચાર રસ્તા પાસે સ્કૂલ રિક્ષા પલટી ખાતાં 11 જેવા બાળકો કાદવ અને કીચડમાં પડી ગયા અને નાની મોટી ઇજા થઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં રોડ બનાવવામાં ન આવતાં આજે લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા હાઇફાઇ ચાર રસ્તા આજુબાજુ સ્વખર્ચે ખાડા પૂરવા માટે પુરાણ કરવામાં આવ્યું હતું. ખરાબ રોડ રસ્તા ના કારણે કુલ રિક્ષા પલટી જતા નાના બાળકો કાદવ કિચનમાં પડ્યા હતા અને તેઓને ઈજા થઈ હતી આવી ગંભીર ઘટના બની ગઈ હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ના અધિકારીઓ અને ભાજપના સત્તા દિવસોની આંખ ઉઘડી નહીં અને તેઓએ તાત્કાલિક આ રોડ ઉપર કોઈ કામગીરી ન કરી હોવાને લઈ કોંગ્રેસ દ્વારા આજે પુરાણ કરવું પડ્યું હતું. આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના સત્તાધીશો દ્વારા લાંબા વોર્ડના રહીશો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરનું બજેટ આવતું હોવા છતાં પણ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું બજેટ જનતા માટે ફાળવવામાં આવતું નથી અને કામગીરી થતી નથી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આવતાં ખોડિયાર-ગાંધીનગર સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 13 કિમી (522/6-7) સમારકામ અને જાળવણીના કામ માટે 21 ઓગસ્ટના રોજ સવારે 08:00 વાગ્યાથી 23 ઓગસ્ટના રાત્રે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે. લોકોએ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 14 કિમી (523/5-6), રેલવે ક્રોસિંગ નંબર 15 કિમી (523/11-12) અને રેલવે ક્રોસિંગ નં.16 કિમી (523/4-5)નો ઉપયોગ કરી શકે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ‘સદભાવના દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. સદભાવના દિવસ નિમિત્તે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર દયાનંદ સાહુ દ્વારા મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સમુદાય, પ્રદેશ, ધર્મ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે કામ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
.