વલસાડ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ તાલુકાના કકવાડી ગામની બોર્ટમાંથી. મધદરિયે દશામાં ફિશિંગ બોર્ટમાંથી એક ખલાસી ગુમ થતા બોટ માલિકે ડુંગરી પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરવી હતી. બોટમાં ખલાસીઓ દ્વારા પણ બેટરીના અજવાળે દરિયામાં ગુમ થનાર ખલાસીની શોધખોળ હાથ ધરી હતી. ડુંગરી પોલીસે બોટ સંચાલકની નોંધ લઈ ગુમ થનાર ખલાસીની શોધખોળ હાથ ધરી હતી.
વલસાડ તાલુકાના કકવાડી મેથ્યા ફળિયામાં રહેતા ભાવનાબેન બળવંતભાઈ ટંડેલની દશામાં ફિશિંગ બોટ નંબર IND MH MM 465 માં 12 થી વધુ ખલાસીઓને લઈ 12 ઓગસ્ટ ના રોજ બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. 14 ઓગસ્ટની મધ્યરાત્રીએ બધા ખલાસીઓ સુઈ રહ્યા હતા ત્યારે ગણદેવી તાલુકામાં રહેતો ખલાસી વિજયભાઈ ધીરુભાઈ પટેલ બોટમાંથી દરિયામાં કોઈ કારણસર પડી ગયા હતા. પાણીમાં કોઈનો પડવાનો અવાજ આવતા ઊંઘમાંથી ઉઠેલા અન્ય ખલાસીઓએ બોટની ફરતે બેટરીના અજવાળે ચેક કરતા, કોઈ મળી આવ્યું ન હતું. બોટમાં રહેલા ખલાસીઓને ચેક કરતા વિજયભાઈ ધીરુભાઈ પટેલ મળી આવ્યા ન હતા. જેથી તે દરિયામાં પડી ગયા હોવાનું અનુમાન લગાવી બેટરીના અજવાળે મધદરીયે ખલાસી વિજયભાઈ ની શોધખોળ હાથ ધરી હતી. આજ દિન સુધી વિજયભાઈ ન મળી આવતા ભાવનાબેન ટંડેલે ડુંગરી પોલીસ મથકે વિજયભાઈ ધીરુભાઈ પટેલ મધદરિયે ગુમ થયા હોવાની નોંધ કરાવી હતી.