A resident of Nana Machiyala village in Amreli taluka has realized his dream of owning a house, received additional assistance of Rs.20 thousand | અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામના રહેવાસીના ઘરના ઘરનું સપનું સાકાર થયું, રૂ.20 હજારની વધારાની સહાય મળી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Resident Of Nana Machiyala Village In Amreli Taluka Has Realized His Dream Of Owning A House, Received Additional Assistance Of Rs.20 Thousand

અમરેલી15 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમરેલી તાલુકા પંચાયત દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સિવીલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલ અમરેલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય ચેક બાથરુમ સહાય અને પ્રશસ્તિ પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

અમરેલીના નાના માચીયાળા ગામના રહેવાસી બહાદુરભાઈ નાજભાઈ આલાણી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થી તરીકે ફોર્મ ભર્યુ હતું. આ યોજનામાં બહાદુરભાઈને મકાન બાંધકામ સહાય સ્વરૂપે રૂ.1,20,000ની રકમ પ્રાપ્ત થઈ હતી બહાદુરભાઈએ પોતાના ઘરના ઘરનું બાંધકામ મંજૂરી મળ્યા બાદ 6 મહિનામાં પૂર્ણ કર્યુ હતું.આથી રૂ.20 હજારની વધારાની મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય પણ પ્રાપ્ત થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય ચેક, બાથરુમ સહાય અને પ્રશસ્તિ પત્ર વિતરણ કાર્યક્રમમા બહાદુરભાઈને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના હસ્તે રૂ. 20હજારનો વધારાની સહાયનો ચેક અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.

બહાદુરભાઈ આલાણીએ જણાવ્યુ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબ લોકોના પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કરવામાં મદદ મળી રહી છે. ઘરના ઘરનું મારુ સપનું આ યોજના થકી સાકાર થયું છે અને મને વધારાની મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય સ્વરૂપ રૂ. 20 હજારની રકમ પણ મળી છે. આમ, સરકારની સહાય થકી ‘ઘરના ઘર’નું મારુ સપનું પૂર્ણ થયું, હું અને મારો પરિવાર ખુશ છીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *