પોરબંદર8 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંસ્થાના ફેરફાર રીપોર્ટ નિયત સમયમર્યાદા માં ચેરીટી કમિશ્નર સમક્ષ રજુ કરવામાં ન આવતા, ચેરીટી કમિશ્નર દ્વારા ચેમ્બરને શો કોઝ નોટીસ આપી છે. પોરબંદર ચેરીટી કમિશ્નર કચેરી દ્વારા તા. 1ઓગસ્ટના રોજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને શો કોઝ નોટીસ આપી છે, જેમાં ચેમ્બર દ્વારા ટ્રસ્ટના અનુગામી ટ્રસ્ટી નીમવાની રીત મુજબના ફેરફાર રીપોર્ટ રજુ કરવામાં આવ્યા નથી, જેથી અધિનિયમની કલમ 22નો ભંગ કરાયો છે અને સને 1950ના ગુજરાતના સાર્વજનિક ટ્રસ્ટને બાબતના અધિનિયમની કલમ 66-67 મુજબ શિક્ષાને પાત્ર છે, આ ગુન્હા અંગે ચેમ્બર સામે શામાટે ફરિયાદ ના કરવી તેના લેખિત કારણો ચેરીટી કમિશ્નર કચેરીમાં 30 દિવસમાં રજુ કરવા નોટીસમાં જણાવ્યું છે અને જો તેમ કરવામાં કસુર થશે તો ચેમ્બર સામે તે અંગે ખુલાસો કરવાનો નથી તેમ માનીને જરૂરી અને યોગ્ય હુકમ કરવામાં આવશે.
ચેમ્બરે સંસ્થાના ફેરફાર રીપોર્ટ નિયત સમયમર્યાદામાં ચેરીટી કમિશ્નર સમક્ષ રજુ કર્યા ન હતા
તેમના દ્વારા ચેરીટી કમિશ્નર સમક્ષ અગાઉ ફેરફાર રીપોર્ટ નામંજૂર થયા બાદ નવો રીપોર્ટ રજુ ન કરવાના કારણે નોટીસ મળી છે, ફેરફાર રીપોર્ટ તૈયાર જ છે, પરંતુ તેમની સામે અગાઉ ચૂંટણી હારેલા સભ્ય તેમાં સહી કરતા ન હોવાના કારણે રીપોર્ટ ચેરીટી કમિશ્નર કચેરી સમક્ષ રજુ કરવામાં વિલંબ થયો છે, વહેલી તકે ફેરફાર રીપોર્ટ અને નોટીસનો જવાબ ચેરીટી કમિશ્નર સમક્ષ રજુ કરવામાં આવશે. – જીગ્નેશભાઈ કારીયા, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, પોરબંદર
.