A pistol was seized from a 25-year-old youth from a bus during vehicle checking at Chandrala Naka point in Gandhinagar. | ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમિયાન બસમાંથી 25 વર્ષના યુવાન પાસેથી પિસ્તોલ ઝડપાઈ

Spread the love

ગાંધીનગર44 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લકઝરી બસમાં બેઠેલા ઉત્તરપ્રદેશનાં 25 વર્ષના યુવાનને દેશી હાથ બનાવટની મશીન કટ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરીપીની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જિલ્લાના મહત્વના નાકા પોઈન્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી દારૂ – હથિયારોની હેરાફેરી કરતાં ગુનેગારોને દબોચી લેવા સૂચનાઓ આપી છે. જે અન્વયે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વી ડી વાળાની ટીમે ચીલોડા પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.

એ દરમિયાન ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર એસઓજીએ હિંમતનગરથી અમદાવાદ તરફ જતાં વાહનોને રોકીને ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે હિંમતનગર તરફથી આવતી ખાનગી લકઝરી બસને ઈશારો કરીને રોકી દેવાઈ હતી. બાદમાં એક પછી એક મુસાફરોનાં સામાનની તલાશી શરૂ કરી હતી. એવામાં બસની છેલ્લેથી બીજા નંબરની સીટ ઉપર બેઠેલા ઈસમ શંકાસ્પદ હિલચાલ કરવા લાગ્યો હતો.

આ જોઇને એસઓજી તુરંત તેની પાસે પહોંચી ગઈ હતી. જેની પૂછતાંછમાં તેણે પોતાનું નામ શ્યામશંકર ચંન્દ્રપ્રકાશ શર્મા (ઉ.વ.25, રહે. ગામ સામરેમઉ , પોસ્ટ- ચોરંગાહાર, જી.આગ્રા, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં એસઓજી તેની પાસેના થેલાની તલાશી લેતાં કપડાંની આડમાં સંતાડેલ મશીન કટ પિસ્તોલ મળી આવી હતી. આ મામલે પોલીસે શ્યામશંકરની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી એક પિસ્તોલ કી રૂ. 10 હજાર તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *