A modern office will be constructed at a cost of more than 8 crores at Nari, Bhavnagar, signed by Harsh Sanghvi. | ભાવનગરના નારી ખાતે 8 કરોડથી વધુના ખર્ચે આધુનિક કચેરીનું નિર્માણ કરાશે, હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Spread the love

ભાવનગર17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના નારી ખાતે નવી બનનારી RTOનું ખાતમુહૂર્ત આજે ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે રૂ.832.70 લાખના ખર્ચે તૈયાર થનારાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન સંકુલની ભાવનગરની જનતાને ભેટ મળશે.

આ કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જન સેવા કેન્દ્ર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર મોટર વિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટ કાર્ડ રૂમ, સ્ટાફ રૂમ, વેઇટિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, લિફ્ટ, પેસેજ અને ઓપન સર્ક્યુલેશન એરિયા. જ્યારે પ્રથમ માળ ખાતે આર.ટી.ઓ. ઓફિસર, એ આર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર/ એડ.ઓફિસર, સ્માર્ટ ઓપ્ટિકલ કાર્ડ રૂમ, રેકર્ડ/સ્ટોર રૂમ નિર્માણ પામશે.કચેરીના ગ્રાઉન્ડ પરની સુવિધાઓમાં વ્યૂ ટાવર, ટુ – વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, ફોર – વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

આ તકે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મેયર કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુણાલભાઇ શાહ, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, ઇન્ચાર્જ આર.ટી.ઓ. ડી. કે. ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *