- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- A Mentally Disturbed Middle aged Man Committed Suicide By Hanging Himself, A Crime Was Committed Against An Old Man Who Lured A Child With A Snack, 17 Were Caught In A Gambling Raid At Four Places…
દ્વારકા ખંભાળિયા41 મિનિટ પેહલા
- કૉપી લિંક
માનસિક રીતે અસ્વસ્થ ભાણવડના આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો…
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા ગાગાભાઈ મેઘાભાઈ વાઘોર નામના 52 વર્ષના આધેડ છેલ્લા વીસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય, તેનાથી કંટાળીને તેમણે ગઈકાલે શુક્રવારે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર મહેશ ગાગાભાઈ વાઘોરે ભાણવડ પોલીસને કરી છે.
નાસ્તાની લાલચ આપીને બાળા સાથે અડપલા કરતા કજૂરડાના શખ્સ સામે ગુનો…
ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા રવિરાજસિંહ ધીરુભા જાડેજા નામના 24 વર્ષના શખ્સે આશરે 12 વયની પુત્રીને તારીખ 9મીના રોજ નાસ્તાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં આ શખ્સ દ્વારા બાળાની એકલતાનો લાભ લઈ, તેણીની છાતીના ભાગે તથા શરીરમાં હાથ ફેરવી, શારીરિક અડપલા કર્યાની તથા આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય ત્યારે રસ્તામાં પણ તેણીનો પીછો કરતો હોવા અંગેની ધોરણસર ફરિયાદ બાળાના પિતા દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 354 (એ.- ડી.) તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આરોપી શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
મીઠાપુરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો…
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા હર્ષિત ઉર્ફે લાલી પંકજભાઈ સીંગડીયા નામના 24 વર્ષના શખ્સના કબજામાંથી પોલીસે રૂપિયા 1,200ની કિંમતની ત્રણ બોટલ પરપ્રાંતીય શરાબ તથા રૂપિયા 5,000ની કિંમતના મોબાઈલ ફોન અને રૂપિયા 20,000ની કિંમતના બાઈક સાથે રૂપિયા 26,200નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં સપ્લાયર તરીકે સુરજકરાડી ગામનો હેમત સોલંકી નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.
ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો…
ખંભાળિયાની વિનાયક સોસાયટી વિસ્તારમાંથી પોલીસે જામનગર તાલુકાના ચાંગા ગામે રહેતા ડાયા નારુ પીંગળ નામના શખ્સને કેફી પીણ પીધેલી હાલતમાં રૂપિયા 25,000ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ જુગાર દરોડામાં સતર શખ્સો ઝડપાયા…
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા અશોકસિંહ હેમતસિંહ વાઢેર નામના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે તેના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે અશોકસિંહ હેમતસિંહ સાથે હરદાસ કરસન આંબલીયા, ભરત કલ્યાણજીભાઈ ચંદારાણા, પીઠા પરબત આંબલીયા, રામ સામત ચાવડા અને હરીશ વનરાવનભાઈ રાયઠઠ્ઠા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂ. 45,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જ ગામેથી પોલીસે ઈશ્વર લાલદાસ ગોંડલીયા, સુમાત કરસન ચાવડા અને નવીન ખીમજીભાઈ સચદેવ નામના ત્રણ શખ્સોને રૂપિયા 2,400ના મુદ્દામાલ સાથે તથા ઇન્દ્રસિંહ મનુભા વાઢેર, ગોપાલ વીરજી કણજારીયા અને કેશુર પીઠા માડમ નામના ત્રણ શખ્સોને રૂપિયા 3,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડી, જીવા આશા સાદીયા, દિપક પુંજા ચાસીયા, સંજય મનોજ ગોંડલીયા, બુધા પેથા ચાનપા અને રવિસિંહ ભરતસિંહ ગોહિલ નામના પાંચ શખ્સોને રૂપિયા 4,830 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.