A lion named Sutra died in Indroda Park, Gandhinagar, which was in poor health due to old age. | ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાવસ્થાનાં કારણે તબિયત નાદુરસ્ત રહેતા સુત્રા નામના સિંહનું મોત

Spread the love

ગાંધીનગર26 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગરનાં ઇન્દ્રોડા પાર્કમાં જૂનાગઢ શક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવેલી સિંહની જોડી ખંડિત થઈ છે. 15 વર્ષીય સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થતાં ગ્રીવા નામની સિંહણ એકલી પડી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાવસ્થાનાં કારણે સિંહની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જેનું ઇન્દ્રોડા પાર્કમાં અવસાન થતાં પોસ્ટમોર્ટમ કરીને અંતિમ ક્રિયા કરવામાં આવશે.

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહની જોડીને જૂનાગઢ શક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવી હતી. જુનાગઢથી 10 વર્ષના સુત્રા નામના સિંહ અને આઠ વર્ષની ગ્રીવા નામની સિંહણની જોડીને ઈન્દ્રોડા પાર્ક ખાતે વર્ષ – 2018 માં લાવવામાં આવી હતી. ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કના ત્રણ કેઝ કિપરને જૂનાગઢના ઝુમાં ટ્રેનીંગમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રોડામાં અગાઉ વર્ષ 2001માં એક સિંહ હતો.

જે બાદ ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા – ગ્રીવાની જોડીને લાવવામાં આવતાં બંનેએ મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે ગ્રીવા નામની સિંહણને પેટમાં ઇન્ફેક્શન થઇ જવાને કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. આખરે ડોક્ટરોની ટીમે તેનો જીવ બચાવવા માટે ગર્ભાશય કાઢી નાંખવું પડ્યું હતું.

બીજી તરફ સુત્રા નામના સિંહની ઉંમર પણ 15 વર્ષની થઈ ગઈ હતી. સિંહની વૃદ્ધાવસ્થાની ઉંમર 15 થી 16 વર્ષની ગણવામાં આવે છે. એ રીતે સુત્રાને વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. જેનાં કારણે તેની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી. બંનેના ખોરાકની વાત કરીએ તો ઝૂ ઓથોરિટી દ્વારા સુત્રાને આઠેક કિલો રોજનું માંસ આપવામાં આવતું હતું. જ્યારે ગ્રીવાને રોજનું છ એક કિલો માંસ પીરસવામાં આવતું હતું. ત્યારે સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થતાં સિંહ જોડી ખંડિત થઈ ચૂકી છે. આજે તબીબોની ટીમ દ્વારા સિંહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે અને પ્રોટોકોલ મુજબ માન સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને તેની અંતિમ ક્રિયા કરવાની ઝૂ ઓથોરિટી દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *