- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- A Habitual Criminal Involved In 70 Cases Of Burglary Along With Soni Who Kept The Stolen Goods Seized A Total Of 17 Lakhs, Vadodara Rural Local Crime Branch Took Action
વડોદરા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જુદા-જુદા જિલ્લા શહેરોમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રીઢા ગુન્હેગારને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ રીઢો ગુન્હેગાર 70 જેટલા ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ સોના-ચાંદીની ખરીદી કરનાર સોનીની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી કુલ 17 લાખ ઉપરાંતનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયો
વડોદરા શહેર પોલીસ કમિશનર અને વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પી આઈ કે.એ.પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરીના ભાગરૂપે મિલકત સંબંધિત ગુન્હામાં સંકળાયેલ આરોપીઓ પર વોચ રાખી તેઓને ચેક કરવા તેમજ જીલ્લામાં અલગ-અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગ તેમજ અંગત બાતમીદારોનો સંપર્ક કરી ગુનાઓ શોધવા સતત પ્રયત્નો કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ગત રાત્રે ડભોઇ પી.એસ.આઇ આર.બી.વનાર અને એલ.સી.બી.ની ટીમ સાથે ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે વડોદરા શહેર મકરપુરામાં નોંધાયેલ ગુન્હામાં ચોરીમાં વપરાયેલ ઇકો કાર પસાર થતી હોવાની માહિતી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ડભોઇ જવાના રોડ ઉપર પલાસવાડા રેલ્વે ફાટક પાસે ગાડી આવતા ઝડપી તપાસ કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
કાર અંગે કોઈ પુરાવા ન મળ્યા આ ઝડપાયેલા શખ્સોમાં જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ ભોંડ (સીકલીગર) (ઉ.વ 47 મુળ રહે, કસક સર્કલની પાછળ મેલડી માતાના મંદિર પાછળ, નવીનગરી ભરૂચ શહેર અને બી-59 સત્યનારાયણ સોસાયટી રણોલી બ્રિજ પાસે તાજી. વડોદરા), સંજયકુમાર મોહનભાઇ સોની (રહે, મકાન 1-સી-127, વિવેકાનંદ નગર વિવેકાનંદ પોલીસ સ્ટેશનની બાજુમાં, હાથીજન તા. દસકોઈ જી. અમદાવાદ)ને ઝડપી કાર અંગે આધાર પુરાવા મળ્યા ન હતા. આ ગાડીનાં મૂળ મલિક હેમંતકુમાર ગહનસિંગ વરનામીયા (રહે, અંબાજી ફળીયુ ધનોરા તા. કરજણ જી. વડોદરા)ના હોવાનુ જાણવા મળ્યું હતું. બાદમાં વધુ પૂછપરછ કરતાં અગાઉ ઘરફોડનાં ગુન્હાની કબૂલાત કરી હતી.
17 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત
આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પાસેથી ચોરી કરેલ સોનાના ઘરેણાને ઓગાળીને બનાવેલ જુદા-જુદા વજનની સોનાની રણી નંગ-05 જેની કિંમત રૂપિયા 12,35,000 સાથે ચોરી કરેલ ચાંદીનાં ઘરેણાને ઓગાળીને બનાવેલ ચાંદીની રણી/ચોરસો નંગ-01 જેની કિંમત રૂપિયા 35,000 ઇકો કાર, મોબાઈલ,રોકડ રકમ સાથે ચોરી કરેલ સમાન સહિત કુલ રૂપિયા 17,39,900નો મુદ્દમાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વોન્ટેડ આરોપીઓ
(1) ગુરૂસિંગ છત્તરસિંગ સીકલીગર (રહે, કપુરાઇ ગામ તાજી. વડોદરા), (2)અજય દર્શનસિંગ સીકલીગર (રહે, વારશીયા વીમા દવાખાના પાસે વડોદરા શહેર), (3) સુનીલ પાનસિંગ સીકલીગર રહે, દુમાડ ગામ તા.જી. વડોદરા (4) લખનસિંગ કરતારસિંગ સીકલીગર (રહે મહેમદાવાદ), (5) બચુ મનજીત સીકલીગર હજુ ફરાર છે.
.