Categories: Gujrat

A girl who went to drop her brother in Ahmedabad’s Chandkheda was molested, 4 people chased the brother to rob my shame, saying catch catch… take it to the shop | અમદાવાદના ચાંદખેડામાં ભાઈને મૂકવા ગયેલી યુવતીની છેડતી, 4 શખસે ભાઈને મારી લાજ લૂંટવા પીછો કર્યો, પકડો પકડો… દુકાનમાં લઈ લો એવું બોલતા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Girl Who Went To Drop Her Brother In Ahmedabad’s Chandkheda Was Molested, 4 People Chased The Brother To Rob My Shame, Saying Catch Catch… Take It To The Shop

અમદાવાદ42 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ભાઈને મૂકવા ગયેલી યુવતીની છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં ભાઈના ઘર પાસે ઉભેલી યુવતીને એક યુવકે અહીં કેમ ઉભા છો? કહીને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ યુવતીને પકડીને ખેંચી લીધી હતી. યુવતીને બચાવવા તેનો ભાઈ વચ્ચે પડતાં અન્ય ત્રણ યુવકે ભાઈ પર હુમલો કર્યો હતો. બાદમાં આ શખસોએ યુવતીની ઇજ્જત લૂંટવા પીછો કર્યો હતો અને બોલતા હતા કે, પકડો…પકડો… દુકાનમાં લઈ લો. આથી યુવતી ગભરાઇ હતી અને ભાગી જતા બચી ગઈ હતી. આ ઘટનામાં યુવતીએ 4 શખસ સામે ફરિયાદ કરતાં ચાંદખેડા પોલીસે ચારેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાતના દોઢ વાગ્યા આસપાસનો બનાવ
પ્રાપ્ત વિગત પ્રમાણે યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા ધર્મના ભાઇ ભાવેશ મિસ્ત્રીના ઘરે હું અવારનવાર આવતી-જતી હોઉં છું. બે દિવસ પહેલાં રાત્રે હું મારા ઘરે હાજર હતી તે દરમિયાન રાત્રિના સાડા બારેક વાગ્યાની આસપાસ મારા ભાઈ ભાવેશભાઇ મિસ્ત્રીનો બહાર નાસ્તો કરવા જવાનો ફોન આવ્યો હતો. આથી હું મારું એક્ટિવા લઈ પોણા એક વાગ્યાની આસપાસ ભાવેશના ઘરે ગઈ હતી. ત્યારબાદ અમે બન્ને મારું એક્ટિવા લઈ ચાંદખેડા ચાર રસ્તા નાસ્તો કરવા ગયા હતા. ત્યાં નાસ્તો કરી દોઢેક વાગ્યાની આસપાસ હું ભાવેશભાઈને તેમના ઘર આગળ મૂકવા ગઈ હતી. ત્યાં અમે બન્ને ઉભા હતા ત્યારે એક શખસ ઉભો હતો જે અમને જોઈને બૂમ પાડતો હતો, પરંતુ અમે તેની તરફ ધ્યાન આપ્યું નહોતું.

તમે અહીં કેમ ઉભા છો? કહી ધમકાવી
ત્યારબાદ તે તરત જ ગાળો બોલતો બોલતો અમારી પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે, તમે અહીં કેમ ઉભા છો? મેં તેને જણાવેલ કે, મારા ભાઈનું ઘર અહીં છે. હું તેને મૂકવા આવી છું. આથી આ શખસ ઉશકેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો કે, અહીં ઉભું નહીં રહેવાનુ. આ શખસે એકદમથી પાછળથી આવી મારી ઇજ્જત લૂંટવાના ઇરાદે મને ખભેથી પકડી ખેંચી લીધી હતી. જેથી મારો ભાઈ વચ્ચે આવી જતા આ શખસ તેનું ગળું પકડીને ગંદી અને બિભત્સ ગાળો બોલવા માંડ્યો હતો. આ વખતે બીજા ત્રણ શખસ પણ આવી ગયા હતાં. આ ચારેય લોકો ભેગા મળી મારા ભાઈને શરીરે માર મારવા લાગ્યા હતા અને આ ચારેયમાંથી એક શખસ મને પકડવા આવ્યો અને કહેવા લાગ્યો કે, આને દુકાનમા લઈ લો. જેથી હું ખૂબ જ ગભરાઇ ગઈ અને ત્યાંથી ચાંદખેડા ચાર રસ્તા તરફ ભાગી હતી.

રાહદારીની મદદથી ઘરે પહોંચી
ત્યારે મેં પાછળ જોયું તો આ શખસ સહિત બીજા બે શખસ પણ મારી પાછળ મને પકડવા દોડ્યા હતાં અને તેઓ બૂમો પાડતા હતા કે, આને પકડી લો આને દુકાનની અંદર લઈ લો. આ સાંભળી હું વધુ ગભરાઇ ગઈ હતી. આ ત્રણેય શખસ મારી ઇજ્જત લૂંટવાના ઈરાદે મારી પાછળ ચાંદખેડા ચાર રસ્તા સુધી આવી ગયા હતાં. આ વખતે મેં ત્યાં એક રાહદારીની મદદ લઈ તેમની એક્ટિવા ઉપર બેસી મારી સોસાયટીએ આવી ગઈ હતી.

એક્ટિવાની આગળનો ભાગ તોડી નાંખ્યો
પોલીસ સ્ટેશન ગયા બાદ યુવતીનો ભાઈ પણ ત્યાં આવી ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે, હું પણ આ લોકોથી બચવા ઘરની આગળની બાજુ ભાગી ગયો હતો. ત્યારે આ ચારેય શખસે મારા ઘરની આગળ આવી મારામારી કરી હતી અને એક્ટિવાના આગળના ભાગને તોડી નાંખ્યો હતો. પોલીસે પારસ હરગોવિંદભાઇ સોલંકી, હિમાંશુ બળવંતરાય દવે, ધનંજય હિતેન્દ્રભાઇ દવે, જ્યોતિન્દ્ર ઉમિયાશંકર દવેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

4 months ago