A formal election will be held as per rules, despite the support of the BJP-backed panel before the Farmers Division elections | ખેડૂત વિભાગની ચૂંટણી પૂર્વે ભાજપ સમર્થિત પેનલને સમર્થન છતા નિયમ પ્રમાણે ઔપચારિક ચૂંટણી યોજાશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Formal Election Will Be Held As Per Rules, Despite The Support Of The BJP backed Panel Before The Farmers Division Elections

પાટણ43 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાટણ એપીએમસી ની 16 ડિરેક્ટરોની ચૂંટણી આવતીકાલે સોમવારને તા. 4-સપ્ટેમ્બર ના રોજ એપીએમસી હોલ ખાતે જિલ્લા રજિસ્ટાર એવમ જિલ્લા ચુંટણી અધિકારીની આગેવાની હેઠળ યોજાનાર છે.

ભારતીય જનતાપાર્ટીની પેનલ ના 16 માથી વેપારી વિભાગના 4 તથા ખરીદ વેચાણ વિભાગ ના 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમજ ખેડૂત વિભાગ મા કુલ 11 ફોર્મ ભરાતા આ વિભાગ ની તા. 4 સપ્ટેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવાનું નકકી થયું હતું ત્યારે આ વિભાગની ચુટણી સોમવારે યોજાઈ તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિભાગ ની પેનલ સિવાય વિસલવાસણા ના ખેડૂત પટેલ દિનેશભાઈકાશીરામ ભાઇ એ પણ ઉમેદવારી પત્ર ભર્યુ હોય પરંતુ તેઓની નાદુરસ્ત તબિયત ના લીધે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે તેઓ પોતાનું ફોર્મ પરત ખેંચી શક્યા નોહતા જેઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને રુબરુ મળીને તેઓ ભારતીય જનતા પાર્ટીના ખેડૂત વિભાગ ના ઉમેદવારોને લેખિતમા સમર્થન આપી પક્ષ ની આખે આખી પેનલને સમર્થન જાહેર કર્યુ હતુ. તેમજ પાટણ એ.પી.એમ.સી.મા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ મા આગામી દિવસોમા પાટણ ના ખેડૂતો પગભર બનશે તેવો નિર્ધાર કર્યૉ હતો.

પરંતુ ખેડૂત વિભાગ ની ચૂંટણી સોમવારે જાહેર થઈ ગઈ હોવાના કારણે ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા આવતી કાલે સોમવારે એપીએમસી હોલ ખાતે જિલ્લા રજિસ્ટાર એવમ જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિત મા યોજાનાર હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પાટણ એપીએમસી ભાજપ શાસિત બનનાર હોય ભાજપ આગેવાનો અને કાયૅકરો મા ખુસી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *