વલસાડએક કલાક પેહલા
- કૉપી લિંક
વલસાડ તાલુકાના દાંડી ગામ નજીક ધોલાઈ બંદરથી એક બોટમાં બોટ માલિક અને 15 ખલાસીઓ સાથે મધદરિયે કૃષ્ણા પ્રસાદ ફિશિંગ બોટમાં 25મી ઓગષ્ટના રોજ મધ દરિયામાં 30 નોટિકલ માઈલ ખાતે માછીમારી કરવા ગયા હતા. દરિયામા 28 ઓગષ્ટની રાત્રીએ બોટ માલિક અને ખલાસીઓ સુઈ ગયા હતા. વહેલી સવારે માછીમારી કરવા માટે બોટ માલિકે તમામ ખલાસીઓને ઉઠયા હતા. 15 ખલાસીઓ પૈકી 1 ખલાસી ઉઠતો ન હતો. જેથી શ્વાસ ચેક કરતા ખલાસીના શ્વાસ બંધ થયેલા જોવા મળ્યા હતા. બોટ માલિકે તાત્કાલિક ડુંગરી પોલીસ મથક અને મૃતક ખલાસીના પરિવાર જનોને ઘટનાની જાણ કરી હતી. બોટ માલિકે દાંતી દરિયા કિનારે બોટ લાવી ડુંગરી પોલીસને લાશનો કબ્જો સોંપ્યો હતો. બોટ માલિકની ADની નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાના દાંતી ગામ નજીક આવેલા ધોલાઈ બંદર ઉપર કૃષ્ણા પ્રસાદ ફિશિંગ બોર્ટ નંબર IND MH 07 MM 2218 વર્ષ 2019માં રાજીસ્ટેશન કરવી હતી. બોટ માલિક ધર્મેન્દ્ર મગનલાલ ટંડેલ 15 જેટલા ખલાસીઓ સાથે 25 ઓગષ્ટના રોજ માછીમારી કરવાની શરૂઆત કરી હતી. બોટમાં 15 ખલાસીઓને મધ દરિયામાં માછીમારી કરવા ગયા હતા. દાંતી દરિયા કિનારાથી 30 નોટિકલ માઈલ ખાતે માછીમારી કરવા ગયા હતા. 28 ઓગષ્ટની રાત્રીએ બોટ માલિક ધર્મેન્દ્ર ટંડેલ અને સાથી ખલાસીઓ રાત્રીએ સુઈ ગયા હતા. સવારે માછલી પકડવાના સમયે બોટ માલિક ધર્મેન્દ્રએ બોટમાં તમામ ખલાસીઓને ઉઠાળી કામે લાગવા જણાવ્યું હતું. જે દરમ્યાન સુરતના મહુવાના એક ખલાસી વિજયભાઈ ઠાકોરભાઈ રાઠોડ ઉઠી રહ્યો ન હતો. સાથી ખલાસીઓએ પણ વિજયને ઊંઘમાંથી ઉઠાડવાના ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ ખલાસી વિજય રાઠોડ ઉઠતો ન હતો. જેથી સાથી ખલાસીઓએ વિજય રાઠોડના શ્વાસ ચેક કરતા શ્વાસ ચાલતા ન હતા. ઘટના અંગે બોટ માલિક ધમેન્દ્રને જાણ કરતા ધર્મેન્દ્ર ટંડેલે તાત્કાલિક ડુંગરી પોલીસ અને ખલાસી વિજય રાઠોડના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. અને બોટ દાંતી કિનારે લાવવાનો પ્રયાસ કર્યો હતો. બોટ દાંતી કિનારે આવતા ડુંગરી પોલીસે બોટમાંથી મૃતક શ્રમિકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ડુંગરી પોલીસ મથકે બોટ માલિમ ધમેન્દ્ર ટંડેલે ખલાસી વિજય રાઠોડની ADની નોંધ કરાવી હતી. ડુંગરી પોલીસે બોટ માલિક અને બોટમાં સવાર અન્ય ખલાસીઓ તથા વિજય રાઠોડના પરિવારના સભ્યોને નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.