અરવલ્લી (મોડાસા)એક કલાક પેહલા
- કૉપી લિંક
મોડાસા શહેરમાં રાત્રીના 12 કલાકે એક તરફ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આતશબાજીનો કાર્યક્રમ ચાલતો હતો. રાષ્ટ્રગીત સાથે સલામી અપાઈ રહી હતી એવામાં અચાનક ડીપ વિસ્તારમાં આગની ઘટનાના સમાચાર આવતા ભારે અફરાતફરી મચી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલ, આવકાર કૉમ્પ્લેક્સના પહેલા માળની એક બંધ દુકાનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતા અફરા તફરી સર્જાઈ હતી. મોડાસા ટાઉન હોલ આગળ રાત્રીના ફિટ 12 કલાકે, જ્યારે નગરજનો આઝાદીના 75માં સ્વાતંત્રતા પર્વના અમૃત મહોત્સવની રંગારંગ ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન મોડાસા પાલિકાના ફાયર વિભાગને આગ લાગવાનો કોલ મળતા, વોટર બ્રાઉઝર સાથે ટીમ રવાના થઇ ઘટના સ્થળે પહોંચી હતી. બંધ દુકાનમાં લાગેલી આગની ઘટના સ્થળના ઉપરના માળે ખાનગી હોસ્પિટલ હોવાને લઈ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે મોડાસા ટાઉન પીઆઇ સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ચાર રસ્તા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન આગની ઘટના સામે આવતા લોકોના ટોળાં ઉજવણીમાંથી ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ફાયર ટીમે આગ પર પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.

