A face-off between two factions | ગોધરાના નારી કેન્દ્ર પાસે પેશાબ કરવાની ઘટનાને લઈને પથ્થરમારો થયો: પોલીસે દોડી પરિસ્થિતી કાબૂમાં લીધી, 13 લોકો સામે પોલીસ ફરિયાદ

Spread the love

પંચમહાલ (ગોધરા)11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે ગત રાત્રિએ પેશાબ કરવાની ઘટનાને લઈને બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થતા મામલો બિચક્યો હતો. પથ્થરમારાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પથ્થરમારાની ઘટનાને લઈને ગોધરા એ-ડિવિઝન એલસીબીની ટીમે આવી ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમજ પથ્થરમારામાં સંડોવાયેલા ઇસમોને ત્યાં કોમ્બિંગ કરી હતી. 13 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. બાકીના 20થી 25 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, નારી કેન્દ્ર વાગડિયા વાસ ખાતે રહેતા આશાબેન મનુભાઈ વાગડિયાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગઈકાલે રાત્રિના સુમારે તેમની ઘરની નજીક રોડ ઉપર પ્રકાશભાઈ બાવરી પેશાબ કરતા હતા. ત્યારે આશાબેને પેશાબ કરવાની ના પાડતા પ્રકાશ બાવરી એકદમ ઉશ્કેરાઈ જઈ જોર જોરથી બૂમો પાડીને 10 જેટલા લોકોને ભેગા કરી આશાબેનને ગમે તેમ બોલવા લાગ્યા હતા. જ્યારે અન્ય આરોપી તુફાન બાવરી, અશોક ભાઈ બાવરી, લખન બાવરી, પ્રકાશ બાવરી, ધર્મેશભાઈ રમેશભાઇ વાગડિયા અને પરેશભાઈ રમેશભાઇ વાગડિયા તેમના હાથમાં ધોકા લઈને આવીને આશાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.

જેથી આશાબેનની છોકરી પ્રિયંકા અને અંકિતાએ તેમને માતાને ઉભા કર્યા હતા. ત્યારે આશાબેન બૂમાબૂમ કરતા આજુબાજુના આશરે 20થી 25 જેટલા બાવરી સમાજના લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને ધોકાઓ અને પથ્થર લઈ આવી પથ્થરમારો કર્યો હતો. જ્યારે કલીબેન રામચંદ્ર બાવરી, મીરાબેન ગોવિંદભાઈ બાવરી અને ધનુબેન બનારસી બાવરી દોડી આવીને આશાબેનને કહેવા લાગ્યા કેમ તમે પ્રકાશભાઈને ગમે તેમ બોલો છો. તેમ કહીને આશાબેન અને તેમની છોકરી પ્રિયંકાને પકડીને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. જ્યારે સુરજ બાવરી, સાગર બાવરી, કેવળ મનુભાઈ બાવરી, જાનકીબેન બાવરી, આશાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવને લઈને ગોધરા એ-ડિવિઝન પોલીસે 20થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *