A drunken party was going on in a farm house on the outskirts of Gandhinagar’s Medra, and the police swooped down and arrested three people red-handed. | ગાંધીનગરનાં મેદરાની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી ને પોલીસ ત્રાટકી, ત્રણ ઈસમોને રંગેહાથ ઝડપી લીધા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Drunken Party Was Going On In A Farm House On The Outskirts Of Gandhinagar’s Medra, And The Police Swooped Down And Arrested Three People Red handed.

ગાંધીનગર21 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગરના મેદરા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની ગંધ આવી જતાં ડભોડા પોલીસે ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. જ્યાં ત્રણ ઈસમો દારૂ ઢીંચતા રંગેહાથ ઝડપાઈ જતાં ડભોડા પોલીસે ગુનો પ્રોહીબીશન એક્ટ હેઠળ નોંધી ત્રણેયનો દારૂનો નશો ચકનાચૂર કરી નાખ્યો હતો.

ગાંધીનગર ડભોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં સ્ટાફના માણસો દારૂ જુગારની પ્રવૃત્તિઓ શોધી કાઢવા અંતરિયાળ વિસ્તારોમાં પણ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન ફરતા ફરતા લિંબડીયા નર્મદા કેનાલના પુલ નજીક પહોંચતા બાતમી મળી હતી કે, મેદરા ગામની સીમ ખાતે નર્મદા કેનાલની બાજુમાં આવેલા ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો ભેગા મળી દારૂની મહેફીલ માણે છે.

જે બાતમી હકીકત આધારે પીએસઆઇ ડી એમ પટેલે સ્ટાફના માણસો સાથે બાતમી વાળા ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડયો હતો. જ્યાં ફાર્મ હાઉસના ગેટ પાસે વોચમેન બેઠો હતો. જેણે પોતાનું નામ ગણેશ મથુરજી ઠાકોર હોવાનુ જણાવ્યું હતું. બાદમાં પોલીસે ફાર્મ હાઉસમાં જઈને તપાસ કરતાં મકાનનો દરવાજો અર્ધ ખુલ્લો હતો. જ્યાં ત્રણ ઈસમો લાઈટના અજવાળે ગોળ કૂંડાળું વાળીને દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

બાદમાં પોલીસે ત્રણેયને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી કડકાઈથી નામ ઠામ પૂછતાં તેમણે પોતાના નામ દીપુ દેવાભાઈ પરમાર (ઉ.વ.28, રહે-મહેરસમાજની બાજુમાં, રઘુવીરપરા,માણાવદ, જી -જુનાગઢ), ઉપેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.40 ધંધો-વેપાર, હાલ રહે, મકાન નં-3, ટાટા નગર સોસાયટી, પાણીની ટાંકીની સામે, મેઘણીનગર, મુળ રહે-કોર્ટર નંબર-134 બી/18 આનંદનગર કોલોની, રાજકોટ ) તેમજ હરેન્દ્રસિંહ બહાદુરસિંહ ઠાકોર( રહે-ટી/26 મનમોહન એપાર્ટમેંટ પુરશોત્તમ નગર સુભાષબ્રિજ) હોવાની કબૂલાત કરી હતી. જેઓની પાસેથી બે દારૂની બોટલ – બિયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયની પ્રોહીબીશન એક્ટના ગુનામાં ધરપકડ કરી પોલીસે દારૃનો નશો પણ ઉતારી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *