A course is conducted here after IIT Roodkee msu technology faculty | કેમિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિ.માં વિદ્યાર્થીઓનો ભારે ક્રેઝ, ટેક્સટાઇલ પ્રોસેસિંગનો કોર્સ દેશમાં માત્ર MSUમાં ચાલે છે, વિદ્યાર્થીઓને લાખ્ખોના પેકેજ મળે છે

Spread the love

વડોદરા23 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનીયરિંગ, સિવિલ એન્જીનીયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સમાં વિદ્યાર્થીઓનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ, ટેક્સટાઇલ અને વોટર મેનેજમેન્ટના કોર્સમાં વિદ્યાર્થીઓ મળતા નથી. કેટલાક કોર્સ એવા પણ છે કે, જે દેશમાં માત્ર એમ.એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજીની ફેકલ્ટીમાં જ ચાલે છે. તે પણ નજીવી ફી લઇને કોર્સ ચાલે છે અને તેમાંથી નિકળ્યા બાદ લાખો રૂપિયાના પેકેજ મળી જાય છે.

ડીટુડીમાં બધી બેઠકો ભરાઇ જાય છે
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનીયરિંગ,સિવિલ એન્જિનીયરિંગ,કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ,ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેટલર્જિકલ એન્ડ મટીરીયલ એન્જિનીયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ એન્જિનીયરિંગ, વોટર મેનેજમેન્ટ જેવા કોર્સિસ ચાલી રહ્યા છે. જેમાં બીજા રાઉન્ડના અંતે કેટલાક ડિગ્રી કોર્સમાં કેટલીક જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. આ પ્રોફેસરો કહે છે કે, આ D2D (ડીપ્લોમા ટુ ડિગ્રી)માં સંપૂર્ણ ભરાઈ જશે. ટેક્સટાઇલ પ્રોસેસિંગ કોર્સ તો દેશભરમાં માત્ર એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં જ ચાલે છે. જ્યારે વોટર મેનેજમેન્ટનો કોર્સ તો IIT રૂડકી પછી એમ.એસ.યુનિવર્સિટીમાં જ ચાલે છે. જો કે, આ કોર્સ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.

વિદ્યાર્થીઓને લાખ્ખોના પેકેજ મળે છે
ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના ટેક્સટાઇલ વિભાગના હેડ ડૉ. સત્યજીત ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ થયો છે. હાલ જે ડિપાર્ટમેન્ટમાં ઓછી બેઠકો ભરાઇ છે, તેનું એનાલિસિસ કરીએ તો આ બ્રાન્ચમાં પ્લેસમેન્ટ ખુબ જ સારું થાય છે. આ બ્રાન્ચ હંમેશા 90 ટકાથી ઉપર પ્લેસમેન્ટ થાય છે. ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં તો ગયા વર્ષે જ રિલાયન્સમાં 7.30 લાખનું પેકેજ મળ્યું હતું અને આઈટી કંપની અને બીજી ટેક્સટાઇલ એન્જીનીયર બીજી અમારી મેટલર્જીકલ અને અને વોટર રિસોર્સ મેનેજમેન્ટમાં પણ સારા પ્લેસમેન્ટ થતાં હોય છે. એમાં પણ અત્યારે અમારા એક પણ સ્ટુડન્ટ એવો રહ્યો નથી કે, જેને જોબ નહીં મળી હોય. કેટલાક વિદ્યાર્થીઓ ફોરેન ભણવા પણ જતા રહે છે.

60 ટકાથી વધુ પીએચડી પ્રોફેસર છે
વિદ્યાર્થીઓએ એડમિશન લેતી વખતે બ્રાંચને બદલે કોલેજને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઇએ. અમારા ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં 60 ટકાથી વધારે પ્રોફેસર પીએચડી થયેલા છે. તેમની અન્ડરમાં સ્ટુડન્ટ પણ પીએચડી કરતા હોય છે. આ ડિપાર્ટમેન્ટમાં 18 જેટલા પીએચડી સ્ટુડન્ટ રજીસ્ટર છે. એમ. એસ. યુનિવર્સિટીમાં ફી ખૂબ ઓછી હોય છે. અહીં માત્ર 10 હજાર ફી છે. અહીં ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સ્વરૂપએ ફી પણ પાછી આપી દઈએ છીએ.

મલ્ટીનેશનલ કંપનીઓમાં તકો રહે છે
વોટર રિસોર્સિસ એન્જિનીયરિંગ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટ્ટીટ્યુટના ડાયરેક્ટર ટીએમવી સુર્યનારાયણે જણાવ્યું હતું કે, બીઇ સિવિલ એન્જિનીયરિંગમાં વોટર મેનેજમેન્ટમાં સ્પેશિયાલેશનનો કોર્સ ચાલે છે. જેમાં 40 બેઠકો છે. આખા દેશમાં આ કોર્સ બીજા ક્યાંય ચાલતો નથી. અહીં અમારા દરેક વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ જાય છે. જીપીએસસી અને યુપીએસસી થકી સરકારી નોકરીમાં પણ તક રહે છે અને મલ્ટીનેશનલ કંપનીઓમાં તકો રહે છે. આ ઉપરાંત એનજીઓમાં પણ નોકરીની તક છે. અમારી આ સિવિલ એન્જિયરિંહની જ બ્રાન્ચ છે.

વિદ્યાર્થીઓને ખૂબ સ્કોપ છે
મેટલર્જિકલ એન્ડ મટીરીયલ એન્જિનીયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. બી. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા કોર્સમાં બધી જાતનું ભણતર આવરી લેવામાં આવે છે. મેટલ્સ, એલોઈ, સીરામીક, પોલીમરિક મટીરીયલ, કમ્પોઝિટ મટિરિયલ, ઇલેક્ટ્રોનિક્સ મટીરીયલ… આપણે કહી શકીએ કે, બધી જ જાતના મટીરીયલ છે જે અસ્તિત્વ ધરાવે છે, એ બધા મટીરીયલને આવરી લેવામાં આવે છે. એટલે છોકરાઓનો જે સ્કોપ છે, આ ભણ્યા પછી ખૂબ જ વિસ્તાર પામે છે અને આખા દુનિયાની અંદર અલગ અલગ બધી જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકે છે. પછી તે મેડિકલ હોય તેમાં આર્ટિફિશિયલ અંગો બનાવવામાં આવે છે એમાં પણ જઈ શકે છે, સીરામીકમાં જઈ શકે છે, ઘણી બધી જગ્યાએ જઈ શકે છે.

વિદ્યાર્થીઓ મોટી કંપનીઓમાં નોકરી કરે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવા વિધાર્થીઓ ભણતર પછી કોમ્પ્યુટરના સ્પેરપાર્ટ બનાવવાના હોય, ચીપ બનાવવાની હોય, એની અંદર પણ જઈ શકે છે, જે અમારી ત્યાંથી ઘણા છોકરાઓ ગયા છે. બીજું એક તો ન્યુક્લિયર એન્જિનીયરિંગની અંદર અલગ અલગ જાતની મેટલ અને મટીરીયલ્સ બનાવવામાં પણ અમારા સ્ટુડન્ટ્સનો વિદ્યાર્થીનો ઘણો ફાળો રહ્યો છે. ઘણા બધા મારા વિદ્યાર્થીઓ દુનિયામાં ઘણી સારી જગ્યાએ પહોંચ્યા છે અને દુનિયાની પણ એ લોકો સેવા કરી છે અને દેશની પણ સેવા કરી છે. અમારા વિદ્યાર્થીઓ ડિફેન્સની અંદર ખૂબ કામ કરી રહ્યા છે અને અમારા ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટની અંદર પણ જોબ મેળવે છે. અને મારા ઘણા વિદ્યાર્થીઓમાંથી બે કે ત્રણ વિદ્યાર્થીઓ એક બેચમાંથી કોમ્પ્યુટરના ફિલ્ડની અંદર પણ કેરિયર બનાવે છે જેમાં ઈન્ફોસીસ છે અને ટીસીએસ છે. એ જ વિદ્યાર્થીઓને એમાં પણ સિલેક્ટ કરવામાં આવે છે.

જાગૃતિનો અભાવ
વિદ્યાર્થીઓ આ કોર્સનો અભ્યાસ કરશે, એનું માટેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ રહેશે અને કોર્સ લેતા પહેલા એમને એક નમ્ર વિનંતી છે કે, કોલેજમાં જઈને ડિપાર્ટમેન્ટમાં જઈને એની પૂર્ણ માહિતી મેળવે. અમે લોકો વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે તૈયાર છીએ અને એ લોકો એમનું સફળ ભવિષ્ય બનાવી શકે એટલે એક જ બ્રાન્ચ ઉપર ધ્યાન ન આપે, પણ પોતાની ચોઈસ પ્રમાણે દરેક વસ્તુની જાગૃતતા લઈને કાર્ય કરે તો ઘણું સારું રહેશે.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં ડિપાર્ટમેન્ટ પ્રમાણે હાઇએસ્ટ પેકેજ

  • વોટર મેનેજમેન્ટ- 5.5 લાખ
  • ટેક્સટાઇલ એન્જિનીરિંગ- 7.5 લાખ
  • ટેક્સટાઇલ પ્રોસેસિંગ- 4 લાખ
  • મેટલર્જિકલ એન્ડ મટીરીયલ એન્જિનીયરિંગ- 9.5 લાખ

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *