સુરતએક કલાક પેહલાલેખક: મોઇન શેખ
- કૉપી લિંક
- પાલિકાની 135 આંગણવાડી ભાડાનાં મકાનમાં, પુણામાં હોલ ન મળતાં મંદિરમાં જ શાળા
- ભાવિ રામ ભરોસે: એક તરફ દર્શનાર્થીઓ ભક્તિ કરે છે ત્યાં જ બાળકો પાઠ ભણે છે
એમ્યુઝમેન્ટ માટે, સંસ્થાઓને હોસ્પિટલ કે શાળા માટે 1 રૂપિયાના ટોકન પર જમીન આપતી પાલિકા 135 આંગણવાડી માટે જમીન ફાળવતી નથી. ‘ઘરના છોકરા ઘંટી ચાટે’ જેવી સ્થિતિ વચ્ચે આંગણવાડી ભાડાના મકાનોમાં, મંદિરમાં કે પાર્કિંગમાં ચાલી રહી છે. પુણાની રાધેકૃષ્ણ સોસાયટીના મંદિરમાં ચાલતી આંગણવાડી નં-82માં એક તરફ લોકો પૂજા કરે છે જ્યારે પ્રતિમાની બાજુમાં જ 20થી વધુ ભૂલકાંઓ અભ્યાસ કરી રહ્યા છે. પુણાના લક્ષ્મીનગરની આંગણવાડી નં-79ના 22 વિદ્યાર્થીઓ ખાનગી મકાનના પાર્કિંગમાં વાહનોની અવર-જવર વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે છતાં સત્તાધિશોના પેટનું પાણી પણ હાલતું નથી.
ભાડાની મર્યાદામાં છે
આંગણવાડી (નં-82) 750ના ભાડામાં ચાલતી હતી. મકાન માલિકે ના પાડતાં મંદિરમાં ખસેડાઈ છે. હવે નવાં મકાનની શોધ ચાલે છે. > ડો. હરીશ સૌંદરવા, પ્રોગ્રામ ઓફિસર
.