નર્મદા (રાજપીપળા)એક કલાક પેહલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોરાપાડા ગામમાં પોલીસ કર્મચારીને માર મારનાર ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ASI દેડીયાપાડાના કંચનભાઇ ખાલ્પાભાઇએ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ કેટલાક ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસ કર્મી તેમજ અન્ય વ્યક્તિઓ પોતાની ફરજના ભાગરૂપે સરકારી જમીન છે, એ બાબતે તમો ઝઘડો કરશો નહીં તેમ કહેતા ટોળાના માણસો કહેવા લાગ્યા કે આ જમીનની અમને સનદ મળેલી છે. અમો જે કરીએ તે તેમ કહેતા પોલીસ કર્મીએ જણાવ્યું કે મુલ્કાપાડા ગામના માણસો તેમના ગામ તરફ જવા લાગ્યા છે અને તમે પણ તમારા ઘરે જતા રહો તેમ જણાવી બાંડી શેરવાણ ગામના ટોળાને સમજાવતા હતા.

તે દરમિયાન એક ટોળામાં બાંડી શેરવાનના રહિશો છગન ડુંગરીયભાઇ વસાવા, આર્યન હસમુખભાઈ વસાવા, ગુરજી શંકરભાઇ વસાવા, પ્રકાશ ધનજીભાઇ વસાવા, ઝવેર ફુલસીગભાઇ વસાવા, ભરત લક્ષ્મીદાસભાઇ તડવી, દેવજી રૂપજીભાઇ વસાવા, ગુરજી લાલજીભાઇ વસાવા તથા બીજા અન્ય ટોળામાંના માણસો તમામ અમો કોઈનું માનવાના નથી તેમ કહી ટોળાને ઉશ્કેરાઈ અને ગુરજી શંકરભાઇ વસાવાએ પોલીસ કર્મી તથા અન્યોને મારવાનું કહ્યું હતું.
છગન ડુંગરીયાભાઇ વસાવાએ તેના હાથમાં રહેલી લાકડી વડે અ.હે.કો ગણપત પોહનાભાઇને લાકડીનો સપાટો મારી ગંભીર ઈજા પહોંચાડી જમીન ઉપર બેસાડી દઈ અને થોડે દૂર જઈ આ ટોળાને ઉશ્કેરનારાઓ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી તથા રામજી નવાભાઇ વસાવા રહે.બાંડી શેરવાણએ 18 ઓગષ્ટ 2023ના રાતના સમયે ગામના લોકોને પોતાના ઘરે બોલાવી આવતીકાલે બધાએ આપણી ગામની સીમમાં મુલ્કાપાડા ગામના લોકોએ જે ખેડાણ કરી છે, જેમાં આપણે પણ ખેડાણ કરી નાંખવાનું છે. અને તેમ કરતા જો કોઇપણ સરકારી કર્મચારીઓ રોકે તો તેને પણ જોઇ લેજો તેમ કહેતા ડેડીયાપાડા પોલીસે સરકારી કર્મી પર હુમલો કરનાર નવ સામે ગુનો દાખલ કર્યો છે.