ભાવનગર4 કલાક પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર યાત્રિકોની બસ ખીણમાં ખાબકતા સાત યાત્રિકોના મોત નિપજ્યા છે જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા યાત્રિકોમાં ભાવનગરથી ગયેલા યાત્રિકો હોવાની સંભાવના છે. 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આજે જે બસને અકસ્માત નડ્યો છે તે બસમાં મોટાભાગના યાત્રિકો ભાવનગર જિલ્લાના હતા, જેમાં ભાવનગરના 7 લોકોના મોત થયા છે . આ ઉપરાંત સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રિકો પણ આ બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે.
કઈ રીતે સર્જાયો અકસ્માત?
ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બસમાં ગુજરાતના લોકો સવાર હતા. આ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.
અકસ્મતામાં મૃત્યુ પામેલાની યાદી
1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા 2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર 3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા 4. દક્ષા મહેતા રહે.મહુવા 5.ગણપત મહેતા રહે.મહુવા 6.કરણ ભાદરી. રહે.પાલિતાણા 7.રાજેશ મેર રહે. અલંગ
ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી મળેલી ઘાયલોના નામની યાદી
ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ત્યારે ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જે 28 લોકો ઘાયલ થયા છે અને હાલ તેન સારવાર ચાલી રહી છે તેઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આ ઘાયલોમાં 5 લોકોને ગંભીર ઈજાઓ છે જ્યારે અન્યને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા મૃતકોના નામની ખરાઈ કરવામાં આવી રહી હોવાનૂું જાણવા મળ્યું છે.
- ઘનશ્યામભાઈ ભાનુશંકર,ભાવનગર
- અશ્વિનભાઈ લાભશંકર જાની, ભાવનગર
- હરેન્દ્રસિંહ મહિપતસિંહ, ગુજરાત
- સંજુ રમેશચંદ્ર, દહેરાદૂન
- જયદીપ મુન્નાભાઈ, ભાવનગર
- જીતુ મોહિત, ભાવનગર
- કેતન હર્ષદરાય રાજ્યગુરુ, ભાવનગર
- દિપ્તીબેન કેતનભાઈ રાજ્યગુરુ, ભાવનગર
- નિરજ ચંદ્રકાન્ત, ભાવનગર
- મુકેશ ફૂલચંદ (ડ્રાઈવર), દહેરાદૂન
- વિવેક મનીષ પદારિયા, ભાવનગર
- સુરેશ ભવાની, ભાવનગર
- કમલેશ વમનભાઈ ઉપાધ્યાય, ભાવનગર
- બ્રિજરાજ જીવિહા, ભાવનગર
- રેખાબેન મહેશભાઈ, ભાવનગર
- દેવકુંરબેન સુરેશભાઈ, સુરત
- નિરલ યોગેશ, સુરત
- વિજય આતુજી રાઠોડ,સુરત
- જનાર્દન પોખરજી ભાટી, ગુજરાત
- રાઠોડ ગિરુભા અખુમા, ગુજરાત
- અશોક બલવંતસિંહ ગોહિલ, ભાવનગર
- મનીષ રમણિકભાઈ, ભાવનગર
- નયનાબેન મનીષભાઈ, ભાવનગર
- દિપ્તીબેન વૈભવભાઈ ત્રિવેદી, ભાવનગર
- હેતલબેન જનાર્દનભાઈ રાજ્યગુરુ, ભાવનગર
- ગાદાભાઈ મધુભાઈ, ગુજરાત
- સંજયકુમાર સાહુજી, ગુજરાત
- ભરતભાઈ કાન્તીભાઈ પ્રજાપતિ, ગુજરાત
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યાત્રિકોને સારવાર માટે ખસેડાયા
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યાત્રિકોને સારવાર માટે ખસેડાયા
અકસ્માતમાં ઈજાગ્રસ્તથયેલા યાત્રિકોને સારવાર માટે ખસેડાયા
રાજ્યગુરુ પરિવારના બે લોકો સલામત
ઉત્તરાખંડમાં જે બસનો અકસ્માત સર્જાયો છે તેમાં ભાવનગર શહેરમાં રહેતા રાજ્યગુરુ પરિવારનું એક દંપતી પણ સામેલ હતું. ભાવનગરમાં રહેતા પીયૂષભાઈ રાજ્યગુરુએ ‘gnews24x7’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ કેતનભાઈ રાજ્યગુરુ અને ભાભી દિપ્તીબહેન ચારધામની યાત્રાએ ગયા હતા. જેઓની બસને આજે અકસ્માત નડ્યો હતો જેમાં તેમના ભાઈ-ભાભી સલામત હોવાનું કહ્યું હતું. રાજ્ય સરકાર તેઓને પરત ગુજરાત લાવવા વ્યવસ્થા કરી રહી હોવાની વાત પણ પીયૂષભાઈએ કરી હતી.
ટુર ઓપરેટર અશ્વિનભાઈ જાનીના પરિવારજનો
બસમાં સવાર ટુર મેનેજર પણ ઘાયલ થયા
ભાવનગર શ્રી ટ્રાવેલ્સની બસ સાથે ગયેલા ટુર મેનેજર અશ્વિનભાઈ જાનીના નાનાભાઈ શૈલેષભાઈએ ‘gnews24x7’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ પણ બસમાં સાથે જ હતા. તેમને પગ અને કમરના ભાગે લાગ્યું છે. હજી સુધી મૃતક અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
અકસ્માતની ઘટના અંગે સંવેદના વ્યકત કરતા જીતુ વાઘાણી
પૂર્વ શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ચીફ સેક્રેટરી રાજકુમાર અને રાહત કમિશ્નર આલોક પાંડે સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. મુખ્યમંત્રીના આદેશ અનુસાર ગુજરાત સરકારની સમગ્ર ટીમ ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે અને મૃતકોના શબને પરત ગુજરાત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમજ ઘાયલોને ઉત્તમ સારવાર મળે તે માટે પણ ચર્ચા કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ આવતીકાલે જ તમામ મૃતકોના શબ વિમાન સેવા દ્વારા તેમના વતન સુધી પહોંચાડવા માટે અને ઘાયલોને ઉત્તરાખંડમાં ઉત્તમ સારવાર મળે તે માટે રાજ્ય સરકાર મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર તમામ પ્રયત્નો કરી રહી છે.
ઉત્તરાખંડ સરકાર પાસેથી ગુજરાત સરકાર મેળવી રહી છે માહિતી
ઉત્તરાખંડ માં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે, પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 28 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.
ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફ ની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકશે.
અકસ્માતમાં ઘાયલ થયેલા યાત્રિકોને સારવાર માટે ખસેડાયા
અકસ્માત બાદ ઉત્તરકાશી વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત