રાજકોટ5 કલાક પેહલા
રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલ રૂડા આવાસ નજીક સાંકેત બંગલોમાં રમતા-રમતા 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતાં મોત નીપજ્યું છે. શહેરના કાલાવડ રોડ પર સાંઝા ચૂલા પાછળ વિસ્તારમાં સાંકેત બંગ્લોઝમાં રિયાન શેખર નામનો 4 વર્ષનો બાળક રમતા-રમતા પાણીના ટાંકામાં પડી ગયો હતો, જે બાદ બેભાન હાલતમાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા રાજકોટ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકનાં મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વીજ કરંટ લાગતાં મહિલાનું મોત
રાજકોટનાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંત ભોજલરામ ખાતેની સૂર્યોદય સોસાયટીમાં રહેતા મીતાબેન પ્રભુભાઈ ગજેરા (ઉ.વ.53) પોતાના ઘરે હતા ત્યારે સવારના 9.30 વાગ્યા આસપાસ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગ્યો હતો, જેથી નીચે પડી જતાં પરિવારજનો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી, જે બાદ 108ના EMT આરતીબેન દ્વારા તપાસી મીતાબેનને મૃત જાહેર કરતા બાદમાં ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું
રાજકોટ શહેરમાં વધુ એક યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરનાં લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશ બાંભણીયા (ઉ.વ.25) નામના યુવાને ગઈકાલે રાત્રીના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત છવાઇ ગયો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…