સુરત29 મિનિટ પેહલા
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 19 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર યુવકે ત્રણ મહિના પહેલા જ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ ઘરે પરત ફરેલા પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા. જેથી અંતિમ પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે.
મૃતક પરિવારનો એકનો એક દીકરો
પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં 19 વર્ષીય અભય વિજય શ્રીવાસ્તવ પરિવાર સાથે રહેતો હતો. ડાયિંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પિતાના અવસાન બાદ પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારની જવાબદારી હતી. આ પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.
ત્રણ મહિના પહેલા ભાગીને લગ્ન કર્યા
અભયે ત્રણ મહિના પહેલા 1 મેના રોજ 19 વર્ષીય પ્રેમિકા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. 15 દિવસ બાદ ઘરે પરત ફર્યા હતા. પરિવારે પણ હજુ બે દીકરીઓના લગ્ન કરવાના હોવાથી બંનેને સ્વીકારી લીધા હતા. જોકે, અભયના તેની પત્ની સાથે ઝઘડાઓ થતાં રહેતા હતા. જેમાં પરિવાર પણ દખલગીરી કરી ન હતી.
પત્ની સાથે ઝઘડો થયો હતો
ગતરોજ અભયનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્ની કામ પર જતી રહી હતી. જેને અભય લઈને તેના પિયર ગયો હતી. જ્યાં તેની પત્નીએ રહેવાનું કહ્યું પણ તે ઘરે પરત ફર્યો હતો. દરમિયાન પત્ની ઘરે પરત ફરી ત્યારે અભયે દરવાજો ખોલ્યો ન હતો. બારીમાંથી જોતાં પતિ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલ તો પિયર અને સાસરિયાંના સભ્યો એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસો થશે. જોકે અભયના મોતના પગલે પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…