પાટણએક કલાક પેહલા
- કૉપી લિંક
પાટણ જિલ્લા અદાલત ખાતે આગામી તા. 9-9-2023નાં રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાવા જઇ રહી છે. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળનાં આદેશથી પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા પાટણ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં યોજાનારી લોક અદાલતોનાં સફળ આયોજન માટે પાટણ જિલ્લા જજ હિતાબેન ભટ્ટ અને સેક્રેટરી વ જજ એ.આર. નાગોરી અને તમામ મેજિસ્ટ્રેટ અને સ્ટાફે જહેમત શરૂ કરી છે.
આ લોક અદાલતોમાં વધુમાં વધુ કેસોનાં સમાધાન થાય તે માટે તાજેતરમાં ગુજરાત હોઇકોટનાં યુનિટ જજ મોનાબેન ભટ્ટે પાટણ ખાતે યોજાયેલી બેઠકમાં સૂચનો આપ્યા હતા, જેનાં પગલે લોકઅદાલતોને સફળ બનાવવા માટે પાટણ જિલ્લા જજ તથા મેજિસ્ટ્રેટોએ પોલીસ અધિકારીઓ તથા જે તે કોર્ટનાં જ્યુડિસીયલ ઓફીસરોએ મિટીંગોનો દોર શરૂ કરીને જરૂરી સૂચનાઓ આપી છે. આ લોક અદાલતોમાં પક્ષકારો પોતાનાં દિવાની અને ફોજદારી કેસો ક તથા ફેમિલી તકરારો, લોન, વીમો, તથા લગ્ન વિષયક તમામ તકરારોનાં ઉકેલ માટે પોતાના કેસને લોક અદાલતમાં મૂકવા માટે જણાવવામાં આવ્યું છે.