9 more packets found off Kutch coast, 180 packets found in last 9 days | કચ્છના દરિયાકાંઠેથી વધુ 9 પેકેટ મળી આવ્યા, છેલ્લા 9 દિવસમાં 180 પેકેટ મળતા ચકચાર

Spread the love

કચ્છ (ભુજ )23 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અરબ સાગરના કિનારે આવેલા કચ્છના કાંઠે લગાતાર માદક પદાર્થના પેકેટ બિનવારસી હાલતમાં મળી રહ્યા છે. ત્યારે આ ઘટનામાં વધારો કરતા વધુ 9 પેકેટ અબડાસા તાલુકાના પ્રસિદ્ધ કોટેશ્વર નજીકના દરિયા કાંઠાના વિસ્તારમાંથી મળી આવ્યા છે. ગઈકાલે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન નારાયણ સરોવર પોલીસને ચરસના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે નશીલા પદાર્થના પેકેટ હસ્તગત કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા નવ દિવસથી સતત નશીલા દ્રવ્યોના પેકેટ પશ્ચિમ કરછના દરિયાઈ કંથા પરથી વિવિધ સુરક્ષા તંત્રના હાથે ચડી રહ્યાં છે.

આ અંગે અબડાસા તાલુકાનાં કોઠારા પોલીસ મથક તરફથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના અરસામાં હાલ મળી આવતા પેકેટ જેવાજ ચરસના 9 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. હાલ આ પેકેટોને પોલીસ મથકે લાવી વધુ તપાસ માટે FSL ખાતે મોકલવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ગત તા. 14 થી શરૂ થયેલા માદક પદાર્થ મળવાના શીલશીલો આજદિન સુધી અત્યાર સુધી રહેવા પામ્યો છે. મહત્વનું છે કે છેલ્લા નવ દિવસ દરમિયાન જ 180 જેટલા માદક દ્રવ્યોના પેકેટ મળી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *