9 days in 130 villages became waterlogged! | 9 દિવસથી 130 ગામમાં પાણી દોહ્યલું બન્યું!

Spread the love

નડિયાદએક કલાક પેહલા

  • કૉપી લિંક
  • | કપડવંજ – કઠલાલ તાલુકામાં પાણી પુરુ પાડતી ફાગવેલ જૂથ યોજનામાં બે ડ્રાઈવ પેનલ બગડી જતાં વિતરણ ઠપ
  • . પોરડાના રહીશો પાણી માટે માત્ર બોર પર નિર્ભર

કઠલાલ તાલુકામાં ચાલતી ફાગવેલ જૂથ પાણી પુરવઠા યોજના થકી કપડવંજ – કઠલાલ તાલુકાના 130 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા 9 દિવસથી આ યોજનામાં ટેકનિકલ ખામી સર્જાતા 130 ગામોને મળતું પાણી બંધ થઈ ગયું છે.

સમગ્ર મામલે 25 થી વધુ સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યો એ શુક્રવારે જૂથ પુરવઠા યોજનાની ઓફીસ પર મુલાકાત કરી હતી. તે સમયે જાણવા મળ્યુ હતુ કે જે એજન્સી અત્રે કામગીરી સંભાળતી હતી, તે એજન્સીનો તા.31 ઓગસ્ટના રોજ કરાર પૂર્ણ થઈ ગયો છે. ઉપરાંત પાણી ખેંચવાની મોટરની બે ડ્રાઈવ પેનલ બગડી ગઈ હોઈ અમદાવાદ રીપેરીંગમાં મોકલવામાં આવી છે. જોકે તે હજુ સુધી રીપેર નહીં થતા પાણી પુરવઠો અટકી ગયો છે.

કઠલાલ તાલુકાના લસુન્દ્રા તાબે આવેલ આસરીયાના મુવાડા ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજનાનું હેડવર્ક બનાવવામાં આવ્યું હતું. યોજના થકી કપડવંજ અને કઠલાલ તાલુકાના 130 ગામના લોકોને પીવા માટે શુદ્ધ પાણીની મુશ્કેલી દુર થવાની હતી. પરંતુ વારંવાર ખોટકાતી યોજનાને કારણે આ સુવિધા હવે પરેશાનીઓ વધારી રહી છે. ગ્રામજનોને ચોખ્ખું પાણી પુરૂ પાડવા માટે આરઓ પ્લાન્ટ સહીત હેડ વર્કસ બનાવવામાં આવ્યુ હતુ પરંતુ તે નિષ્ફળ ગયુ છે.

તાજેતરમાં બે ડ્રાઈવ પેનલના સોફ્ટ કટર એમપીઆર નહી લેતા તેને રીપેરીંગ માટે અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી તે રીપેર થઈને આવ્યુ નથી. પુરવઠા વિભાગનો ટેકનિકલ સ્ટાફ કાર્યવાહી કરી રહ્યો હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમામ દાવા પાછળની હકીકત એ છેકે 130 ગામના લોકો છેલ્લા 9 દિવસથી પાણી માટે આમતેમ વલખા મારી રહ્યા છે. સોફ્ટ કટર હોવા છતાં જુનું રીપેર થવાની રાહ જોવાય છે સમગ્ર મામલે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ સ્નેહલબેન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ડ્રાઈવ પેનલનું સોફ્ટ કટર એમપીઆર લેતુ નથી. જેથી રીપેરીંગ માટે અમદાવાદ મોકલાવ્યું છે. ઓપ્શનમાં પેનલનું શટર મંગાવ્યું છે, જો તે નહીં કામ આપે તો અમારી પાસે અન્ય એક પડ્યુ છે. તે લગાવીને પણ ચાલુ કરીશુ. ત્યારે સવાલ એ થાય છેકે જો એક્સટ્રા સોફ્ટ કટર પડ્યું છેતો પછી ટેકનિકલ ટીમ 9 દિવસ થી શા માટે જુના કટરના રીપેરીંગની રાહ જોઈ રહી છે.

130 ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે ત્યારે જે પાર્ટસ પડ્યા હોય તેનો ઉપયોગ કરી પાણી ચાલુ કરવાને પ્રાથમિકતા હોવી જોઈએ. 2 હેન્ડ પંપેથી આખું ગામ પાણી ભરે છે પાણી પુરવઠા જુથ યોજના માંથી પાણી મળતું બંધ થઈ ગયું છે. જેના કારણે ગામમાં જે હેન્ડ પંપ આવેલા છે તે બે હેન્ડ પંપ પર થી આખું ગામ પાણી ભરી જાય છે. કેટલાક લોકો ખેતરોમાં આવેલા બોર પરથી પાણી ભરી લાવે છે. પાણી વગર આખા ગામમાં લોકો આમતેમ ભટકવા મજબૂર બન્યા છે. માણસો તો ઠીક ગામમાં ઢોર ઢાખર માટે પણ પાણી રહ્યું નથી. > અજીતસિહ, સરપંચ,

ચારણ નિકોલ અનેક રજૂઆત પરંતુ પરિણામ શૂન્ય છેલ્લા 9 દિવસથી ગામમાં પાણી આવી રહ્યું નથી. જેથી ગ્રામજનો અમારા ઘરે આવી પાણી માટે રજૂઆત કરી રહ્યા છે. તહેવારોના સમયમાં પણ પાણી નહીં મળતા લોકો રોષે ભરાયા હતા. ઘણીવાર અમે પાણી માટે નડિયાદ સુધી જાણ કરી પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. નવ નવ દિવસ થી એક ખામી દુર ન થાય તે કેવી કામગીરી. > સુરેશભાઈ પરમાર, સરપંચ,

લાડવેલ એજન્સીનું કામ પૂર્ણ થયું, અને બીજી તરફ પાણી બંધ થયું કેનાલના સ્ટાર્ટરમાં ફોલ્ટ થયો છે. જે એજન્સી આ કામ સંભાળતી હતી તેનું ટેન્ડર પૂર્ણ થઈ જતા પાણી પણ બંધ થઇ ગયુ છે. શુક્રવારે અમે સરપંચ આગેવાનો જઈને મળ્યા બાદમાં રીપેરીંગ કામ શરૂ કરાયુ છે. પરંતુ હજુ સુધી પાણી આવ્યું નથી. હાલ પંચાયતના જે 3 બોર છે, તેમાંથી પાણી કાઢી ગ્રામજનોને વહેચાઈ રહ્યું છે. > અજય રાઠોડ, સરપંચ, પોરડા

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *