800 candidates of Hindi medium and 2200 candidates of English medium will appear for the prelim exam to become teachers in higher secondary schools of the state. | રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે હિન્દી માધ્યમના 800 અને અંગ્રેજી માધ્યમના 2200 ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા આપશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 800 Candidates Of Hindi Medium And 2200 Candidates Of English Medium Will Appear For The Prelim Exam To Become Teachers In Higher Secondary Schools Of The State.

અમદાવાદ2 કલાક પેહલા

  • કૉપી લિંક

આવતીકાલે રાજ્યભરમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો બનવા માટે TATની પરીક્ષા યોજાશે. રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે આવતીકાલે TATની પ્રિલિમ પરીક્ષા આવતીકાલે યોજાશે. અમદાવાદમાં પણ 16 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાશે.

ઉમેદવારોને હોલ ટિકિટ સાથે પ્રવેશ આપશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ઉમેદવારોની આવતીકાલે ટીચર્સ એપ્ટીટ્યુડ ટેસ્ટ યોજાશે. અલગ-અલગ વિષયના શિક્ષક બનવા માટેની આ પરીક્ષા યોજાશે. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર ઉમેદવારોની હોલ ટિકિટ મૂકવામાં આવી હતી. જેના આધારે આવતીકાલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

અંગ્રેજી માધ્યમના 2200 અને હિન્દી માધ્યમના 800 ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદના 16 બિલ્ડિંગના 130 બ્લોકમાં પરીક્ષા યોજાશે. અંગ્રેજી માધ્યમના 2200 અને હિન્દી માધ્યમના 800 ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં 100 માર્ક્સ સામાન્ય અભ્યાસને લગતા જ્યારે 100 માર્ક્સ જે-તે વિષયના રહેશે એટલે કુલ 200 માર્કસની પરીક્ષા લેવાશે. આ મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે અને મુખ્ય પરીક્ષા આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *