કેતનસિંહ રાજપૂત8 મિનિટ પેહલા
- કૉપી લિંક
- હીરે જડ્યું પારણું ને મોતીડાંની હાર,ઝુલાવે જશોદા ઝૂલે નંદનો કિશોર…
જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં એક ભક્તે બાળ ગોપાલને પારણે ઝુલાવવા માટે 80 કિલો ચાંદીનું 4 ફૂટનું પારણું રૂ.58 લાખમાં ખરીદ્યું છે. બે દિવસમાં જ ચાંદીની મૂર્તિ, પાદુકા, ઘરેણાં, બાજોઠ, સાંકળ સહિતની રૂ. દોઢ કરોડની વસ્તુઓનું વેચાણ થયું છે. એક ભકતે શહેરના સોની પાસે 80 કિલો ચાંદીનું પારણું બનાવડાવ્યું હતું.
ભગવાનના જન્મને વધાવવા માટે શહેરના અનેક બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી. સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છે કે, રૂ. 1.50 કરોડના ચાંદીના આભૂષણો, મૂર્તિ પાદુકા, ઘરેણા, સિંહાસન, છત્ર, વાસણો, મોરલી, પારણું, બાજોઠ સહિતની વસ્તુઓની ખરીદી કરી છે. ઝવેરીઓનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે જન્માષ્ટમીએ ચાંદીની વસ્તુઓની ખરીદી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે.
ચાંદીના પારણાંને હવામાનની અસર ન થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે
એક ભક્તે કૃષ્ણને ઝુલાવવા માટે ચાંદીની સાંકળ સાથેનો 80 કિલોનું પારણું બનાવડાવ્યું છે. પારણાને હવામાનની અસર ના થાય તેવા પ્રયાસ કરાયા છે. > જિગર સોની, પ્રમુખ, અમદાવાદ જ્વેલર્સ એસો.
.