ભાવનગર33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાવનગર શહેરના ચીત્રા વિસ્તારમાં આવેલી અખંડ આનંદ સોસાયટીના નાકા પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને બોરતળાવ પોલીસના સ્ટાફે ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા 27 હજારથી વધુની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા હતા
સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ અખંડ આનંદ સોસાયટીના નાકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી 8 ઈસમોને અટકમાં લઈ નામ-સરનામાં પુછ્યા હતા.
ઝડપાયેલા શખ્સો
જેમાં રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ ઉ.મ.30, કલ્પેશ બાબુભાઈ પડાયા ઉ.મ.27, હાર્દિકસિંહ જશુભા વાઘેલા ઉ.મ.34, યુવરજસિંહ જગદીપસિંહ સરવૈયા ઉ.મ.27, કલ્પેશ ઉર્ફે લાલાભાઇ વિજયભાઈ ઠક્કર ઉ.મ.35, હરદીપસિંહ ઘનુભા પરમાર ઉ.મ.27, દિવ્યરાજસિંહ તખુભા વાઘેલા ઉ.મ.28 તથા જયદીપસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહિલ ઉ.મ.28 રહે. તમામ ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 27,080 સાથે ઝડપી લઈ તમામ શખ્સો બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.