વલસાડ18 મિનિટ પેહલા
- કૉપી લિંક
15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરવામાં આવી રહી છે. આજે સવારે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. તેમજ સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ધ્વજવંદન કરશે.
વલસાડ શહેર દેશભક્તિના રંગે રંગાયુ
રાજ્યકક્ષાની ઉજવણીમાં બજેટમાં મંજૂર થયેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડની તમામ સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવી છે, સમગ્ર શહેર દિવાળીની જેમ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ઠેર ઠેર તિરંગા લાઈટિંગથી શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. જાહેર માર્ગો ઉપર તિરંગાની લાઈટિંગનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.
રાજ્યપાલે નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી
ઉલ્લેખનીય છે કે, વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એટહોમ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે સરકારી કચેરીઓમાં વીજળી બચાવવાનું અભિયાન છેડવાની હાકલ કરી હતી. વલસાડ સ્થિત સી. બી.પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલે વલસાડ સહિત રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.