રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
આગામી લોકસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં એક માસ સુધી ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવેલ હતો,.જેમાં બીએલઓ એ ડોર ટુ ડોર ફરી સર્વે કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ શહેર જિલ્લામાં આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન 18થી 19 વર્ષનાં 6,949 નવા યુવા મતદારો નોંધાયા છે. જયારે 13,715 નવા મતદારોનો યાદીમાં ઉમેરો થતાં જિલ્લાનાં કુલ વેરીફાઈડ મતદારોનો આંકડો 22,70,187 પહોંચ્યો છે. ચૂંટણી અધિકારી ખાચરે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં ડુપ્લિકેટ થતાં 974 મતદારોનાં નામો ઉપરાંત દિવંગત થયેલા 14,095 મતદારોનાં નામો રદ્દ કરવામાં આવ્યા છે.
5થી 9 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે
ઇશ્વરીયા પાર્ક ખાતેના મેળામાં પાર્કિંગ પ્લોટ માટે જાહેર હરાજી લોકમેળા સમિતિ, રાજકોટ દ્વારા વેલી ઓફ વાઇલ્ડ ફ્લાવર, હીલ ગાર્ડન, ઈશ્વરીયા પાર્ક, માધાપર, રાજકોટ ખાતે તા. 5થી 9 સપ્ટેમ્બર સુધી મેળો યોજાનાર છે. જેમાં પાર્કિંગ માટેની જગ્યા ભાડેથી આપવાનું નકકી થયેલ છે, જેની જાહેર હરાજી કરવામાં આવશે. આ હરાજીમાં રસ ધરાવનાર પાર્ટીએ અનામત પેટેની રકમ રૂ.10 હજાર સાથેના અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર, રાજકોટ શહેર-1 નામના ચેક સાથે તા. 28 ઓગસ્ટનાં રોજ બપોરે 12:00 કલાકે મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, જૂની કલેકટર કચેરીએ હાજર રહેવાનું રહેશે. આ મેળામાં કાર પાર્કિંગ ફી રૂ. 30, મોટર સાઇકલ પાર્કિંગ ફી રૂ.10 લેવાની રહેશે અને 5 દિવસની અપસેટ પ્રાઇઝ રૂ. 75,000 રહેશે.
.