ભાવનગર38 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર
- શહેરમાં જુલાઇની મધ્યે એક દિવસમાં 2100 કેસ નોંધાયેલા
- ભેજનું પ્રમાણ ઘટતા અને ગરમી વધતા કેસોનું પ્રમાણ ઘટ્યું
ચોમાસું આવે એટલે વિવિધ પાણીજન્ય રોગ તેમજ અન્ય પ્રકારના રોગચાળા ફેલાય છે. તે પૈકી કંજંક્ટિવાઇટિસ એટલે કે વાઈરસજન્ય આંખનો રોગ પણ થાય છે. જેમાં દર્દીની આંખો સોજી જાય છે અને સતત દુખાવો રહે છે. ધ્યાન ન આપવામાં આવે તો કીકીમાં પણ સોજો આવી જાય છે. ત્યારે ભાવનગર શહેરમાં 10 જુલાઇથી 10 ઓગસ્ટ સુધીમાં, છેલ્લાં 30 દિવસમાં 18,008 કેસ નોંધાયા છે.
એટલે કે રોજના 600 કેસ નોંધાયા છે. જો કે હવે એકાદ સપ્તાહથી હવામાં ભેજનું પ્રમાણ ઘટતા અને ગરમીનું પ્રમાણ વધતા શહેરમાં આંખના રોગનો રોગચાળો મોળો પડ્યો છે અને હવે રોજના 150 જેટલા કેસ નોંધાય છે. આમ, વરસાદના વિરામથી સ્થિતિ સુધરી છે.
એક તબક્કે જુલાઇની મધ્યમાં શહેરમાં ભરપૂર ચોમાસુ જામેલું ત્યારે એક દિવસમાં 2100થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લાં એક દશકામાં ભાવનગર શહેરમાં આ વર્ષે છેલ્લાં એક માસમાં કંજક્ટિવાઇટિસના કેસનો વિક્રમ ગણી શકાય તેમ મ્યુ. આરોગ્ય વિભાગના ડો.વિજય કાપડીયાએ જણાવ્યું હતુ.
ભાવનગર શહેરમાં હજી પણ રોજના 150 જેટલા કેસ નોંધાઇ રહ્રોયાં છે ત્યારે આ રોગમાં જાતે ડોકટર બનીને ટીપા કે દવા ન લેવી. હાલમાં જે કેસ આવે છે, તે લોકોને આંખમાં ઇન્ફેક્શન આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી જેવા કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.
તમામ દર્દીઓને ગણો તો રોજના 1 હજાર કેસ ગણાય
ભાવનગર શહેરમાં 30 દિવસમાં 18 હજારથી વધુ કેસ આંખના રોગના નોંધાયા છે તો મહાપાલિકાના આરોગ્ય વિભાગના 14 સેન્ટર તેમજ 2 સીએચસસી ખાતે નોંધાયા છે. આ ઉપરાંત જે દર્દીઓએ ખાનગી હોસ્પિટલ, દવાખાના કે ડોકટર પાસે જઇ સારવાર કરાવી હોય અથવા તો સારવાર ન કરાવી હોય કે સીધા ટીપા કે દવા લઇ લીધા હોય તેની સંખ્યા ગણો શહેરમાં રોગીની સંખ્યામાં ઘણો વધારો થાય . એક અંદાજ મુજબ આ આંકડા રોજનો એક હજારનો ગણી શકાય.
.