પોરબંદર24 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોરબંદર એસઓજીને બાતમી રાહે મળેલ બાતમીના આધારે 6 કિલો કરતા વધારેના સુકા ગાંજા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જિલ્લામાં નશીલા પદાર્થો પીવા અને વેચનારાઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.જે અનુસંધાને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ.જાડેજા દ્રારા સુચનાના આધારે અલગ અલગ ટીમો બનાવી ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવેલ.તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ ભીમા ઓડેદરા તથા પોલીસ હેઙ કોન્સટેબલ હરદાસ ગરચરને ચોકકસ બાતમી મળેલ હતી કે પોરબંદર શહેરના તકીયા પાસે રહેતા ઈબ્રાહીમ ઉમર લાખા એક ઇસમ સાથે રાજકોટથી પોરબંદર શહેરના નરસંગ ટેકરી પરથી નીકળવાનો છે.જે બાતમીના આધારે એસઓજી ટીમ વોચમાં હતા.
આ દરમ્યાન ઈબ્રાહીમ ઉમર લાખા તથા નારણ લખમણ ચુડાસમા આવતા તેમની તપાસ હાથ ધરવામાં આવેલ,તેમની પાસે રહેલ એક થેલીમાં લીલાસ પડતા ભુખરા કલરના સુકા પાંદડા અને ડાળખા તથા બી વાળો વિશિષ્ટ પ્રકારની વાસ વાળો ગાંજો મળી આવ્યો હતો.જે ગાંજાનો વજન 6 કીલો 55 ગ્રામ જેની કીમત રૂપિયા 60,550 ના મુદામાલ સાથે બંને ઈસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ-1985 મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપી
- ઈબ્રાહીમ ઉમર લાખા (ઉ.વ.52 રહે,તકીયા પાસે,ઠક્કર પ્લોટ,પાવરીયા શેરી પોરબંદર)
- નારણ લખમણ ચુડાસમા (ઉ.વ.44 રહે,બોખીરા,તુબડા)
પકડવાનો બાકી આરોપી
- રાજુ (રહે,સુરત)
કબ્જે કરાયેલો મુદ્દામાલ
- 6055 ગ્રામ સૂકો ગાંજો કીમત રૂપિયા 60550
- ફોન નંગ-02 કીમત રૂપિયા 5500
- રોકડા 330
કુલ રૂપિયા 66,380 નોં મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો છે.પકડાયેલ આરોપી ઇબ્રાહીમ ઉમર લાખા પર કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ બે ગુના દાખલ થયેલા છે.