મહુવા (ભાવનગર)6 કલાક પેહલા
- કૉપી લિંક
મહુવા તાલુકાના નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા. આ ચારેય યુવાનો નદીના ઘુનામાં નાહવા પડ્યા હતા અને અચાનક ડૂબી ગયા હતા. ઘટના અંગે તંત્રને જાણ થતા તંત્ર દ્વારા આ ચારેય યુવાનોની શોધખોળ ચાલું કરી દેવામાં આવી છે. નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તેમજ તરવૈયાઓની મદદ લેવામાં આવી છે. ઘટનાને લઈ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
આ ચાર યુવાનોમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો. અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ ચારેય ચાર યુવાનો મહુવા તાલુકાના રૂપાવટી ગામના હોય તેવી પ્રાથમિક જાણકારી મળી છે.
ચારેય વ્યક્તિઓ એક જ રૂપાવટી ગામના હતા. જેમાંથી ત્રણ સગા ભાઈઓ હતા. આ ચારેય યુવાનો મકાનની કામગીરીનું વ્યવસાય કરતા હતા અને કામગીરી કર્યા બાદ માલણ નદીમાં નાહવા પડ્યા હતા. નદીના તરતા વહેણ નાહવા પડતા જ વ્યક્તિઓ ઘટના સ્થળ ચાર ડૂબી ગયા હતા. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે અને ત્રણ લોકોની શોધખોળ શરૂ છે.