મહેસાણા42 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં આવેલા કેટલાક ગામડાઓમાં ખેતરોમાં બાનવેલા પાણીના બોર પરથી કેબલો ચોરી થવાની ઘટનાઓ સતત પોલીસ ચોપડે નોંધાતી હતી. સમગ્ર કેસમાં પોલીસે પણ આરોપીઓને ઝડપવા તજવીજ આદરી હતી. જેમાં મહેસાણા એલસીબી ટીમને કેબલ ચોર અંગે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે એક આરોપી ભાગી ગયો હતો. હાલમાં પોલીસે તસ્કર પાસેથી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે ડાભલા ગામથી ચામુંડા નગરથી આગળ નેળીયામા એક બાઈક પર બે ઈસમો મેણીયામાં કેબલો વાયરો ભરીને ઉભા છે. તેવી બાતમી મળતા એલસીબી ટીમ સ્થળ પર જઈને તસ્કરોને ઝડપવા જતા એક તસ્કર પોલીસને જોઈ બાઈક લઇ ભાગી ગયો હતો. જ્યારે ઠાકોર નરેશજી નામનો ઈસમ ઝડપાઇ ગયો હતો.
મહેસાણા એલસીબી ટીમે એક તસ્કરને ઝડપી ભાગી ગયેલા આરોપીનું નામ પૂછતા તસ્કરે ઠાકોર મુકેશજી જાણવ્યું હતું. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી 77 મિટરના 77,000 કિંમતના કેબલ અને ફોન મળી કુલ 82000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ભાગી ગયેલા આરોપીને ઝડપવા તજવીજ આદરી હતી. સમગ્ર કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, દસ દિવસ અગાઉ ચંદ્ર નગર ડાભલા ખાતેથી બે કેબલ, કામલપુર રોડ પરથી તેમજ પઢારિયા ગામની સીમમાંથી કેબલ ચોરી કરી હતી.આમ મહેસાણા એલસીબી ટીમે વસાઈ થતા લાઘણજ પોલીસ વિસ્તારમાં આવતા ડાભલા,પઢારિયા સીમમાંથી પાણીના બોર પરથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.