39 employees were transferred to district | દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં મોટાપાયે કર્મચારીઓની બદલીનો ઘાણવો; કર્મચારીઓને જિલ્લા બહાર બદલી કરી, છુટા કરવાનો હુકમ

Spread the love

દ્વારકા ખંભાળિયા30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓની સામૂહિક બદલીઓના ઓર્ડરો થયા છે. જેમાં ચાર કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી તેમજ 39 કર્મચારીઓને જિલ્લા બહાર બદલી કરી, છુટા કરવાનો હુકમ થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા નાયબ ચીટનીશ સંવર્ગના અધિકારી પી.એ. જેઠવાની આરોગ્ય શાખામાંથી મહેકમ શાખામાં, પંચાયત શાખાના ડી.વી. પંડ્યાને ખંભાળિયા તાલુકા પંચાયત ખાતે, નોંધણી શાખાના એસ.કે. કરમુરની બદલી અહીંની આરોગ્ય શાખામાં તેમજ ભાણવડ તાલુકા પંચાયતના બી.એમ. સોલંકીને જિલ્લા પંચાયતની પંચાયત શાખામાં બદલીનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત નિયંત્રણ હેઠળના જુદા જુદા સંવર્ગના તલાટી કમ મંત્રી સહિતના 39 કર્મચારીઓને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ટ્રાન્સફર કરી તેને તાકીદે છુટા કરવાનો આદેશ કરતો હુકમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતમાં લાંબા સમય બાદ સામૂહિક બદલીના ઓર્ડરોથી સ્થાનિક કર્મચારીઓમાં ચર્ચા જાગી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *