35 lakh sandalwood smuggling busted | વાલિયાના રૂંઘા ગામમાંથી નેત્રંગ વન વિભાગ અને ભરુચ એસ.ઑ.જીએ ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું

Spread the love

ભરૂચ36 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરુચ એસ.ઑ.જીએ વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ પકડી પાડી વિકલાંગ પતિ સહિત પત્નીને અંદાજિત 35.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. નેત્રંગ તાલુકાનાં હાથકુંડી અને જામુની ગામમાંથી ચંદન ચોરીની ઘટના બાદ નેત્રંગ વન વિભાગના આર.એફ.ઑ.સરફરાજ ગાંધી અને વન વિભાગની ટીમોએ તેમજ ભરુચ એસ.ઓ.જીની ટીમોએ ચંદન ચોરીમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડ્યા માટે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બાતમી મળી હતી કે વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાં દંપતીએ ચંદનના લાકડાનો જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે વન વિભાગની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા.વન વિભાગે સ્થળ પરથી ચંદનના લાકડાના ગોળ આખા ટુકડા,ચિપ્સ,પાઉડર અને છાલ,ગદામણીના મૂળ તેમજ અર્જુન સાદડની છાલ,બિયો છાલ,ખપાટ જડીબુટીનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે અન્ય જથ્થો સુરતના કામરેજ ખાતે એપાર્ટમેન્ટના ચોથા માળેથી મળી કુલ 35.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચંદન ચોરીમાં સંડોવાયેલ વિકલાંગ વિમલ મહેતા અને તેની પત્નીને ઝડપી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દંપતી છેલ્લા 10 વર્ષથી છૂટી છવાઈ જ્ગ્યા અને ઘરો ખેતરોમાં ચાલાકી પૂર્વક વેચાણ કરતાં હોવા સાથે આજુબાજુના રહીશોને પણ તેની ભનક નહીં આવે તે રીતે ચંદનના લાકડાની ચોરી કરી તેનું ખૂબ ઊંચા ભાવે વેચાણ કરતાં હતા.સાથે છોટાઉદેપુરથી ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતો પાસે અને ચોરીના ચંદનના લાકડા ખરીદી કરી ગેરકાયદેસર સંગ્રહ કરી મશીન વડે તેના ટુકડા કરતાં હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *