દ્વારકા ખંભાળિયા23 મિનિટ પેહલા
- કૉપી લિંક
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પી.એસ.આઈ. યુ.બી અખેડની સૂચનાથી જુગાર અંગેની કાર્યવાહી અંતર્ગત જલપત ઉર્ફે જગદીશ કરસન ચૌહાણ, રામા દાદુ જીવા જમોડ અને મનુ રામાભાઈ વાઘેલા નામના ત્રણ શખ્સોને રૂપિયા 11,240ના મુદ્દામાન સાથે ઝડપાયા હતા. જ્યારે રાવલ ગામની ગૌશાળા પાસેથી રાત્રિના પોણા ત્રણ વાગ્યે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સુકા લાખા બારીયા, ભરત સૂકા વાઘેલા, વિરેન મણીલાલ પોપટ અને હસમુખ લખમણ કોળીને પોલીસે રૂપિયા 6,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડના પી.એસ.આઈ. એમ.આર સવસેટાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાની બાતમી પરથી ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે આવેલા હુસેની ચોક પાસે જુગાર રમતા નુરમામદ જુસબ હિંગોરા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ દેવશી ગોરફાડ, જેસા નારણ કારેણા અને ભીમશી ઉર્ફે નગા કરસન પાથર નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી રૂ.12,320નો મુદ્દામાલ કરજે કર્યો છે. આ પ્રકરણમાં કેશુ ગોવા ભરવાડ નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.

આ ઉપરાંત ભાણવડ તાલુકાના ટિંબડી ગામે મોડીરાત્રીના સમયે જુગાર રમતા મેરામણ ડાયા ચાવડા, કિશોર ચના મોરી, રાજા રામા કોડીયાતર, પરબત સોમા મોરી, સતીશ ભીખા મોરી અને અતુલ ભીમા મોરી નામના છ શખ્સોને રૂપિયા 10,580ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.
જ્યારે ભાણવડ તાલુકાના મોડપર ગામે રાત્રિના પોણા બે વાગ્યે પોલીસે જુગાર રમતા નાનજી શામજી પરમાર, અનિલ લીલાભાઈ પરમાર, રોહિત શામજી, અરવિંદ જેરામ અને નિલેશ વિજય સોલંકીને રૂપિયા 2,240 ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. તેમજ ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામેથી દુધીબેન રતિલાલ પરમાર, રાધાબેન નરેન્દ્ર પરમાર, ભાવનાબેન ભાણજી ખાંભુ, અનિતાબેન મનસુખભાઈ ખાંભુ, રંભાબેન મંગાભાઈ ચૌહાણ અને રસીલાબેન ગોવિંદભાઈ ચૌહાણ નામના છ મહિલાઓને રૂપિયા 2,380ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામની સોની બજારમાં રાત્રિના એક વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા સંજય દેવા વેગડા, કિશન ધના હાથીયા અને આદિત્ય સંજય રાઠોડને પોલીસે ઝડપી લઇ રૂ. 14,880નો મુદ્દામાલ કબજે કર્યો હતો.