પંચમહાલ (ગોધરા)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંચમહાલના શહેરા તાલુકાના દલવાડા ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. વિક્રમસિંહ પગી નામના વ્યક્તિના ખેતરમાંથી 31.830 કિ.ગ્રાના લીલા ગાંજાના છોડ ઝડપાયા છે. જેમાં પોતાના ભોગવટા ખેતરમાં ગાંજાનું વાવેતર કરી તેની માવજત કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે SOG શાખાને મળી હતી. જે બાતમીના આધારે વિક્રમસિંહ પગી નામના વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમા નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે. તેમ છતાં અવાર નવાર રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. પંચમહાલના શહેરા તાલુકાના દલવાડા ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. વિક્રમસિંહ પગી નામના વ્યક્તિના ખેતરમાંથી 31.830 કિ.ગ્રાના લીલા ગાંજાના છોડ ઝડપાયા છે. ગોધરા SOGએ બાતમીના આધારે ખેતરમાં રેડ કરતા પ્રતિબંધિત ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. રૂપિયા 18,300 કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ગોધરા SOGએ ધરપકડ કરી હતી.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન.પટેલએ જણાવ્યું હતું કે, ગઈકાલે શહેરા તાલુકાના દલવાડા ગામે પગી ફળિયામાં રહેતા વિક્રમસિંહ પ્રતાપસિંહ પગી પોતાના ખેતરમાં ગાજાનું વાવેતર કરી રહ્યો છે. તેવી બાતમી મળી હતી. જે બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા 15 નંગ ગાજાના છોડ જેનું વજન 31.830 કિલોગ્રામ જેની કિંમત 18,300નો મુદ્દામાલ સાથે વિક્રમસિંહ પગીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.