3 more days of remand granted to 3 accused of blackmailing Muslim girls with Hindu friends | હિન્દુ મિત્ર રાખતી મુસ્લિમ યુવતીઓ પર વોચ રાખી બ્લેકમેલ કરતા 3 આરોપીનાં વધુ 3 દિવસનાં રિમાન્ડ મંજૂર

Spread the love

વડોદરા38 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વડોદરા શહેરમાં વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં અત્યાર સુધીમાં ગોત્રી પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી અગાઉ પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આજે આરોપીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

500 લોકોનું ગ્રુપ બનાવ્યું
25 ઓગસ્ટના રોજ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં લઘુમતિ કોમની એક મહિલા સાથે એક છોકરો હતો. તેની સાથે કેટલાક શખ્સો મારપીટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, બીજા ધર્મના છોકરા સાથે તમે કેમ અફેર રાખો છો. જેને પગલે વડોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી અને 3 આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં 500 લોકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. એક ધર્મની યુવતી બીજા ધર્મના છોકરા સાથે જોવા મળે તો તેની પર વોચ રાખતા હતા. છોકરી કઇ ગાડીમાં ગઇ, છોકરો અને છોકરી ક્યાં મળે છે તેની વોચ રાખતા હતા.

વીડિયો બનાવીને વાઇરલ કરતા
આવા છોકરા-છોકરીઓ મળે તેમની સાથે મારપીટ કરતા હતા અને તેમના વીડિયો બનાવતા હતા. વીડિયો બનાવીને વાઇરલ કરતા હતા અને કેટલાક કિસ્સાઓમાં છોકરીના માતા-પિતાને બ્લેકમેઈલ પણ કરતા હતા. છોકરીઓની સગાઇ અને લગ્ન તોડાવતા હતા. છોકરા-છોકરીઓના વીડિયો તેમના ગ્રુપમાં વાઇરલ કરતા હતા.

3 વખત ગ્રુપ બદલ્યા
શરૂઆતમાં હુસૈની આર્મી નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં 500 મેમ્બરને જોડ્યા હતા. જ્યારે કોઇ વીડિયો વાઇરલ થાય તો ગ્રુપ બદલી નાખતા. તેઓએ પછી આર્મી ઓફ મહેંદી ગ્રુપ બનાવ્યું હતું અને છેલ્લે એક વીડિયો વાઇરલ થયો અને પોલીસના હાથે લાગ્યો. તેઓએ ફરીથી ગ્રુપ બદલી નાખ્યું અને લશ્કર-એ-આદમ નામથી ગ્રુપ બનાવ્યું હતું. પછી લોકોએ ગ્રુપ છોડવાનું ચાલુ કરતા છેવટે તેમાં 254 મેમ્બર આ ગ્રુપમાં હતા.

73 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા
પોલીસે ગ્રુપના મેમ્બર્સની ઓળખ શરૂ કરી હતી અને 73 જેટલા લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે અને મોબાઇલ પણ ચેક કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગ્રુપના એડમિનનો સમાવેશ થાય છે. આ લોકો વીડિયો વાઇરલ કરીને કોમી એકતા ડિસ્ટર્બ કરતા હતા. અમુક કેસોમાં મોબ લિચિંગ થઇ જવાની પણ શક્યતાઓ ઊભી કરી દેતા હતા અને યુવતી સાથેના યુવકોને ખૂબ માર મારતા હતા. આ ઉપરાંત 9 જેટલા લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કોમી વૈમનસ્ય ફેલાવ્યું
આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ કેસમાં ભાવનગર, અમદાવાદ, આણંદ સહિતના રાજ્યના અન્ય શહેરોના ગ્રુપના મેમ્બર સાથે અહીંના ગ્રુપના મેમ્બરો સંપર્કમાં રહેતા હતા. આ લોકો રાજ્યનાં દરેક શહેરોના ગ્રુપને છોકરા-છોકરીઓની માહિતી મોકલતા રહેતા હતા. આ લોકો વીડિયો અન્ય ગ્રુપમાં વાઇરલ કરતા હતા. જેના કારણો સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરમાં વીડિયો વાઇરલ થઈ જાય છે, એની સાથે કોટ્સ લખીને લોકોને ભ્રમિત કરે છે. જેથી કોમી વૈમન્સ્ય ફેલાય છે. હાલ તેની તપાસ ચાલી રહી છે. હાલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

કોમના હીરો બનવા માટે આવું કામ કરતા
આ ગ્રુપના ફંડિગને લઇને પોલીસને કોઇ માહિતી મળી નથી પરંતુ, આ લોકોને બહારથી કોઇ ફંડિગ મળ્યું છે કે નહીં, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ આરોપીઓ લારીવાળા, ફાલુદાવાળા છે અને આ લોકો સાથે સંપર્કમાં હોય છે. આ લોકોનું મોટિવ એ હતું કે, અમારા ધર્મની છોકરી બીજા કોઇ ધર્મના છોકરા સાથે ન જવી જોઇએ અને તેમની કોમના હીરો બનવા માટે કામ કરતા હતા. આતંકી સંગઠન સાથેના કનેક્શનને લઇને અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ, હજી સુધી કોઇ પુરાવા મળ્યા નથી.

40થી 50 લોકોને નિશાન બનાવ્યા
પોલીસે 8 આરોપીઓઓના 8 મોબાઇલ જપ્ત કર્યાં છે અને તેમાંથી ડિલીટ કરાયેલા ડેટા રિકવર કરવા મોબાઇલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ લોકોના મોબાઇલમાંથી વાંધાજનક ચેટ અને ઓડિયો મળ્યા છે. અમે લોકો તમામ એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ. અમે વિક્ટીમનો સંપર્ક કરી રહ્યા છીએ. અમદાવાદમાં એક વીડિયો વાઇરલ થયો હતો. જે વિક્ટીમ ફરિયાદ કરવા આવશે તેમની ગુપ્તતા જાળવવામાં આવશે. લોકો ડરના માર્યાં સામે આવી રહ્યા નથી. અમે વિક્ટીમનો સામેથી કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી 40થી 50 લોકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

પકડાયેલા 8 આરોપીઓનાં નામ

  • મુસ્તકીમ ઇમ્તિયાઝ શેખ (રહે. ફતેપુરા, વડોદરા)
  • બુરહાનબાબા નન્નમિયા સૈયદ (રહે.હિના કોમ્પ્લેક્સ, પાણીગેટ, વડોદરા)
  • સાહિલ સહાબુદ્દીન શેખ (રહે.પીરામિતાર મહોલ્લો, રાજમહેલ રોડ, વડોદરા)
  • આકિબ અલી મહેબુબ અલી સૈયદ (રહે. હુશેની ચોક, જેતલપુર ગામ, વડોદરા)
  • મોસીન જીકરુલા પઠાણ (રહે. ધુલ ધોયાવાડ, ફતેપુરા, વડોદરા)
  • નોમાન અબ્દુલ રશિદ શેખ (રહે. કોર્પોરેશન દવાખાનાની સામે, મહેબુબપુરા, નવાપુરા, વડોદરા)
  • અબરારખાન અનવરખાન સિંધી (રહે. 202, મરીયમ કોમ્પ્લેક્ષ, તાંદલજા, વડોદરા)
  • મોઇન ઇબ્રાહિમ શેખ (રહે.રેઇન બશેરા, એકતાનગર, સલાટવાડા રોડ, વડોદરા)

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *