3 more accused arrested from Jammu Kashmir | ગેરકાયદેસર હથિયારોનાં વેચાણમાં એક નિવૃત્ત આર્મી જવાન શકંજામાં, અલગ-અલગ જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી વેપ્લો કર્યો

Spread the love

અમદાવાદ14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગેરકાયદેસર હથિયારોનાં વેચાણમાં વધુ એક નિવૃત આર્મી જવાન પોલીસ સકંજામાં આવ્યો છે. જમ્મુના ગન હાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લિકેટ લાઇસન્સ આપવાનું રેકેટ શરૂ થયું હતું, જેમાં, પોલીસે જમ્મુ કાશ્મીરથી વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ 3 આરોપીમાં નિવૃત આર્મી જવાન રસપાલકુમાર ચદગાલ અને ગન હાઉસનો માલિક ગૌરવ કોતવાલ અને તેનો મેનેજર સજીવ કુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે.

અલગ-અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત
આરોપી રસપાલકુમાર આસામ રાઈફલ્સમાં સૈનિક તરીકે ફરજા બજાવતો હતો અને તે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સર્પકમાં આવ્યો હતો. આ બન્ને જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોતવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદ્યા હતા, જે ગેરકાયદે હથિયાર ખરીદી આરોપી પ્રતીક ગુજરાતમાં લાવતો હતો. મહત્વનું છે કે, હથિયારના લાઈસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે-તે લાઇસન્સધારકે હાજર હોવું જોઈએ પણ ગન શોપના માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ-અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેંચતા હતા. સોલા પોલીસે જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને અલગ-અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.

ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક ઝડપાયું
​​​​​​​​​​​​​​ગેરકાયદેસર હથિયાર કારોબારમાં મુખ્ય સૂત્રધાર પ્રતીક ચૌધરી છે, જે મૂળ ગાંધીનગરનો રહેવાસી છે અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. તેની આસામમાં પોસ્ટિંગ થઈ ત્યારે તે જતીન પટેલનાં સંપર્કમાં આવ્યો હતો. બંને આરોપી આસામ રાઇફલ યુનિટમાં ફરજ બજાવતા હતા. આરોપી જતીન નિવૃત થયા બાદ સચિવાલયમાં સિક્યુરિટી હેડ તરીકે ફરજા બજાવે છે. આરોપી નિવૃત થયા બાદ બંને આરોપીઓએ ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ કર્યું. જેમાં આરોપી જતીન નિવૃત આર્મી જવાનનો સંપર્ક કરીને તેઓના લાઈસન્સ રીન્યુ કરવાના બહાને હથિયાર અને લાઈસન્સ મેળવી લઈને આરોપી પ્રતીક ચૌધરીને આપતો હતો. જ્યારે પ્રતીક ચૌધરી આ લાઇસન્સનાં આધારે જમ્મુ કશ્મીરથી રસપાલકુમાર સાથે હથિયાર મેળવી લેતો હતો. ત્યારબાદ ડુપ્લિકેટ લાઈસન્સ બનાવીને ગુજરાતમાં અલગ-અલગ લોકોને વેંચતા હતા. તેની સાથે આરોપી બિપિન મિસ્ત્રી હથિયાર ખરીદનાર ગ્રાહકોનો સંપર્ક કરાવતો હતો.

હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ
​​​​​​​​​​​​​​
આરોપીઓએ 20થી વધુ લોકોને હથિયાર અને લાઈસન્સ વેચ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હથિયારના સોદાગરો બાદ હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરી છે. આરોપી પ્રતીક ચૌધરી તેની પાસેથી હથિયાર ખરીદતો હતો. તેઓ 2થી 5 લાખમાં હથિયાર ખરીદીને 15થી 25 લાખમાં ગુજરાતમાં વેંચતા હતા. આ હથિયાર જમ્મુથી બસમાં અમદાવાદ લાવતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકોને હથિયાર વેચ્યા હોવાનું ખુલ્યું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *