અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષના LLB ની પ્રવેશ પ્રકિયા કોર્ટમાં મુદ્દો ચાલતો હોવાથી મોડી શરૂ થઈ છે.અગાઉ કરતાં ગ્રાન્ટેડ કોલેજમાં ઘટાડો થયો છે.અગાઉ જે વિદ્યાર્થીઓએ કોલેજ પસંદ કરી હોય તેમ સુધારો કરી તથા નવી કોલેજ ઉમેરી શકશે.આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ સુધારો કરી શકશે.4 ઓગસ્ટે ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે 3 વર્ષના LLB ની બેઠક ઘટી છે.ગ્રાન્ટેડ કોલેજની 480 બેઠક સહિત કુલ 2067 બેઠક છે.આ બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં 4 ઓગસ્ટે મેરીટ લીસ્ટ જાહેર થશે.5 થી 7 ઓગસ્ટ દરમિયાન ફી ભરવની રહેશે.8 ઓગસ્ટે કોલેજ દ્વારા ખાલી પડેલ બેઠકની યાદી જાહેર કરવામાં આવશે.9 ઓગસ્ટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન રિસ્ફલિંગ કરી શકશે.10 ઓગસ્ટે બીજું મેરીટ લીસ્ટ જાહેર થશે.13 ઓગસ્ટે બીજા રાઉન્ડ બાદની ખાલી પડેલ બેઠક જાહેર કરવામાં આવશે.21 ઓગસ્ટ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે.
.