270 students transferred from private to government colleges, re-registration for ITI students in C to D begins | 270 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી કોલેજમાં ટ્રાન્સફર થયા, ITIના વિદ્યાર્થીઓ માટે C ટુ Dમાં ફરીથી રજીસ્ટ્રેશન શરૂ

Spread the love

અમદાવાદ31 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ધોરણ-10 બાદ ડીપ્લોમામાં એડમિશન માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં બે રાઉન્ડ ઓનલાઇન રાખવામાં આવ્યા હતા અને તે પૂર્ણ થયા બાદ ખાલી પડેલ 4992 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. ખાલી બેઠકમાં પ્રવેશ મેળવવા 4,521 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 2855 વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાઉન્ડ-3માં 270 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી કોલેજમાં ટ્રાન્સફર થયા હતા. ત્રણ રાઉન્ડ પૂરા થયા બાદ 22,213 બેઠકો પૈકી 19,480 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યા જ્યારે 2,733 બેઠક ખાલી છે.

ITIનાં વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફરીથી શરુ
સર્ટિફિકેટ ટુ ડિપ્લોમાનાં બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે 3 રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. 3 રાઉન્ડ પૂર્ણ થયા બાદ 8505 બેઠક ખાલી પડી છે. 13 ઓગસ્ટે ITI સર્ટિફિકેટ કોર્ષનું પરિણામ જાહેર થયું છે, જેથી ITIના વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ના શક્યા હોય તે વિદ્યાર્થીઓ માટે ફરીથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. 23 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. 25થી 27 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરી શકશે. 29થી 31 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી ભરી શકશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *