અમદાવાદ44 મિનિટ પેહલા
- કૉપી લિંક
- કોઠારી ડો. સંત સ્વામી એન સભા સંબોધન કર્યું
વડતાલધામમાં ઐતિહાસિક “બ્રહ્મચોર્યાસી”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક સાથે હજારો બ્રાહ્મણોને સમૂહ પંકિતમાં પીરસીને ભોજન કરાવવામાં આવ્યું હતું. ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ વતી પૂ. લાલજી મહારાજ સૌરભપ્રસાદજી અને પુ. બાપુ સ્વામી વગેરે વડીલ સંતોના સાંનિધ્યમાં એકસાથે બે હજાર ભૂદેવો હાજર રહ્યા હતા. સાથે સાથે અધિકમાસ યજ્ઞમાં આહુતિઓ આપનાર ભૂદેવોની વિષેશ પૂજા કરવામાં આવી. દર વર્ષે એકવાર બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવે છે. યજ્ઞપૂર્ણાહુતિ અને બ્રહ્મચોર્યાસીમાં ધારાસભ્ય પંકજ દેસાઈ અને આઈ જી. સાહેબે આશીર્વાદ હાજર રહ્યા હતા. ત્યારબાદ પૂ. ડો. સંત સ્વામી , પુ બાપુ સ્વામી અને લાલજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.