24,900 sq.m. on Lion Safari Park to be built on 29 hectares of land in Rajkot. The pressure in the area was removed and the land worth 62.25 crores was opened | રાજકોટમાં 29 હેકટર જગ્યામાં બનનાર લાયન સફારી પાર્ક પર 24,900 ચો.મી. વિસ્તારમાં થયેલ દબાણ દૂર કરી 62.25 કરોડની જમીન ખુલ્લી કરાઇ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 24,900 Sq.m. On Lion Safari Park To Be Built On 29 Hectares Of Land In Rajkot. The Pressure In The Area Was Removed And The Land Worth 62.25 Crores Was Opened

રાજકોટ34 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં રાંદરડા નર્સરી નજીક 29 હેકટરની જગ્‍યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા મનપા તંત્ર ગત બજેટમાં 200 લાખની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત આ વર્ષથી પ્રાથમિક કામની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે મનપાની ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આ વિસ્તારમાં થયેલ દબાણ દૂર કરવા કામગીરી કરી મેગા ડિમોલિશન હાથ ધરી 62.25 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

ગેરકાયદેસર દબાણો દૂર કરવા ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર આનંદ પટેલના આદેશ મુજબ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે પૂર્વ ઝોન વોર્ડ નં-6 માં આવેલ પ્રદ્યુમન પાર્કની પાછળ લાયન સફારી પાર્કની જગ્યામાં (ભીચરી રોડ) પર થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વાડીના મકાનો તથા ઢોર રાખવા માટેના વંડાની કુલ 900 ચો.મી. જગ્યા ઉપરાંત વાવેતર સાથેનો 24,000 ચો.મી.નો કબ્જો થયેલ હોવાથી તેના પર બુલડોઝર ફેરવી કુલ 24,900 ચો.મી. જગ્યા પર ડિમોલિશન કરી 62.25 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા વિજિલન્સનો સ્ટાફ હાજર થયો
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતો.

ઈકો ટુરિઝમ વધારવા લાયન સફારી પાર્ક બનાવશે
​​​​​​​અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં આવેલ પ્રદ્યુમન પાર્ક ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના મુલાકાતીઓ ઝૂ ખાતે મુલાકાત માટે આવે છે. જેઓને પ્રાણી સંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્‍વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્‍થળ મળી રહે અને સિંહ સંરક્ષણ સંવર્ધનના પ્રયત્‍નોમાં વધારો થાય તેમજ ઇકોટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્કની પૂર્વ દિશાએ અંદાજે 38 હેકટર જમીન પૈકી 29 હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *