20-year-old college boy in Surat panics after backache, dies before reaching hospital | સુરતમાં 20 વર્ષીય કોલેજીયન યુવકને પીઠમાં દુખાવા બાદ ગભરામણ ઉપડી, હોસ્પિટલ પહોંચે તે પહેલા અવસાન

Spread the love

સુરતએક કલાક પેહલા

  • કૉપી લિંક

સુરતમાં 20 વર્ષીય કોલેજિયન યુવકનું રહસ્યમય મોત થતા પરિવાર પર દુખના કાળા વાદળો થવાઈ ગયા છે. યુવકને અચાનક પીઠમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ ગભરામણ થવા લાગી હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરી દીધો હતો. જોકે, હાલ તો હાર્ટ એટેકથી મોતને નિપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મૃતક યુવક, નિર્મલ કુમાર

મૃતક યુવક, નિર્મલ કુમાર

મૃતક બી. કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો
અઠવાલાઇન્સ આદર્શ સોસાયટી ખાતે 20 વર્ષીય નિર્મલ કુમાર કનુ પટેલ પરિવાર સાથે રહેતો હતો. નિર્મલ પટેલ હાલમાં કોમર્સ કોલેજમાં બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેને એક ભાઈ છે. નિર્મલ આજે સવારે ઘરે હાજર હતો, ત્યારે એકાએક તેને પીઠમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારજનો તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યા હતા. પુત્રના અચાનક મોતને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

હાર્ટ એટેકથી મોતની આશંકા
ઉમરા પોલીસ દ્વારા નિર્મલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે, મોતનું ચોક્કસ કારણ હાલમાં સ્પષ્ટ નહીં થયું છે. જોકે હાર્ટ એટેકથી મોતને લઈને હાલ રહસ્ય છે. જેથી પરીક્ષણ માટે જુદા જુદા સેમ્પલો લઈને મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *