વડોદરા6 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં અત્યાર સુધીમાં પોલીસે 9 આરોપીની ધરપકડ કરી છે. જેમાં વીડિયો ઉતારનાર અને વાઈરલ કરનાર ઇસમ જુનેદ જાફરભાઇ બાવર્ચીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુન્હાની તપાસ અર્થે આ ઇસમને 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આ પૈકી અગાઉ પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
અન્ય ગ્રૂપ અને નાણાકીય વ્યવહાર તપાસવામાં આવશે
આ ગુન્હામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ પકડાયેલ આરોપીઓના નાંણાકીય વ્યવહાર અંગેની તપાસ બેંક ખાતા આધારીત હાથ ધરવામાં આવેલ છે. સાથે દીન પઢાઓ બેટી બચાઓ સહીતના ગ્રુપો આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલ હોય આ તમામ ગ્રુપોમાં કોમન વ્યકતિઓ તથા અન્ય વ્યકતિઓને શોધી તેઓની પ્રવૃતી અંગેની તપાસ કરવા માટે રીમાંડ દરમ્યાન વધુ વિગતો ખુલશે.
ગઈકાલે આરોપીની અટકાયત કરી
આ ગુનાની તપાસ દરમ્યાન વડોદરા શહેરના અકોટા બ્રીજ પાસે વીડિયો ઉતારી વાયરલ કરનાર જુનેદ જાફરભાઇ બાવરચી (ઉ.વ.20 રહે. નવાપુરા, મહેબુબપુરા, વડોદરા તથા કબીર કોમ્પલેક્ષ, ખાટકીવાડ, વડોદરા)નો હોવાનુ જણાઇ આવતા આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
610 ગ્રૂપ મેમ્બર હોવાની વિગતો ખુલી
આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ દ્વારા બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય તેવા બદઇરાદે જુદા જુદા નામી વ્હોટસએપ ગૃપ તૈયાર કરી તેમા વિડીયો તેમજ ચેટ વાયરલ કરવામાં આવેલ હતા. આ ગૃપમાં રહેલ તેમજ ગૃપમાંથી લેફ્ટ થઇ ગયેલ મેમ્બરો અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેક્નીકલ ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરતા આ વ્હોટસએપ ગૃપમાં કુલ-610 જેટલા ગૃપ મેમ્બરો હોવાની હકિકત સામે આવી છે. વ્હોટસએપ ગૃપમાં અપલોડ, ટેક્ષચેટ, વીડિયો અંગે કોમેન્ટ કરી પ્રોત્સાહનની પ્રતિક્રિયા આપનાર તેમજ કોમી માનસિક્તા ધરાવતા એક્ટીવ ગ્રુપ મેમ્બરોને શોધી કાઢવાની તેમજ તેઓની ગુના સબંધે પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અગાઉ પકડાયેલ આરોપીઓ
- મુસ્તકીમ ઇમ્તિયાઝ શેખ (રહે. ફતેપુરા, વડોદરા)
- બુરહાનબાબા નન્નમિયા સૈયદ (રહે.હિના કોમ્પ્લેક્સ, પાણીગેટ, વડોદરા)
- સાહિલ સહાબુદ્દીન શેખ (રહે.પીરામિતાર મહોલ્લો, રાજમહેલ રોડ, વડોદરા)
- આકિબ અલી મહેબુબ અલી સૈયદ (રહે. હુશેની ચોક, જેતલપુર ગામ, વડોદરા)
- મોસીન જીકરુલા પઠાણ (રહે. ધુલ ધોયાવાડ, ફતેપુરા, વડોદરા)
- નોમાન અબ્દુલ રશિદ શેખ (રહે. કોર્પોરેશન દવાખાનાની સામે, મહેબુબપુરા, નવાપુરા, વડોદરા)
- અબરારખાન અનવરખાન સિંધી (રહે. 202, મરીયમ કોમ્પ્લેક્ષ, તાંદલજા, વડોદરા)
- મોઇન ઇબ્રાહિમ શેખ (રહે.રેઇન બશેરા, એકતાનગર, સલાટવાડા રોડ, વડોદરા)
.