Categories: Gujrat

19th Poetry Symposium of Sahitya Setu Vyara held, School Level Science-Mathematics and Environment Exhibition | શાળાકક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયા, સાહિત્ય સેતુ વ્યારાની 19મી કાવ્યગોષ્ઠિ યોજાઈ

Spread the love

તાપી (વ્યારા)એક કલાક પેહલા

  • કૉપી લિંક

વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયા
વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાજેતરમાં શાળા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તન્મય ગામીત રોબોટના વેશમાં એક આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના રૂપમાં તેમનું સ્વાગત કરી મહેમાનઓની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆત પોટેશિયમ પરમેગેનેટ અને ગિલ્સરિનના દ્વાવણની રાસાયણિક ક્રિયા થકી દિપ પ્રાગ્યટ મુખ્ય મહેમાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ મહેમાનઓએ શાળાના વિદ્યાર્થીઓ દ્ધારા તૈયાર કરવામાં આવેલી મુખ્ય 37 કૃતિઓનું નિરિક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્ધારા દરેક પ્રોજેક્ટની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ 9ની વિદ્યાર્થીની ગામીત નિધી દ્ધારા તૈયાર કરવામાં આવેલા જાસુદના ફૂલની ચા સૌના આકર્ષકનું કેન્દ્ર રહી હતી. મહેમાનઓને પણ આ ચાની ચૂસકી માણી હતી. તે ઉપરાંત પણ દરેક કૃતિઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયાર કરવામાં આવી હતી. સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.

ઉપરોક્ત શાળા કક્ષાએ રજૂ કરવામાં આવેલા પ્રોજેકટમાંથી વિવિધ વિભાગમાં પ્રથમ આવનાર પ્રોજેક્ટને પ્રાથમિક વિભાગ માટે CRC કક્ષાના અને માધ્યમિક વિભાગને SVS કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવાની તક શાળા દ્વારા આપવામાં આવી હતી.

સાહિત્ય સેતુ વ્યારાની 19મી કાવ્યગોષ્ઠિ યોજાઈ
કલા, સાહિત્ય અને સંગીતને સમર્પિત ‘સાહિત્ય સેતુ’ની 19મી કાવ્યગોષ્ઠિ વેડછી મુકામે યોજાઈ હતી. દક્ષિણાપંથ વિદ્યાલયના આચાર્ય અને સાહિત્ય સેતુના ઉપપ્રમુખ આશિષ શાહના યજમાનપદે એમના નિવાસ સ્થાન પર બાર જેટલા નીવડેલા અને નવોદિત કવિઓએ ગીત, ગઝલ અને અ્છાંદસ કૃતિઓથી શ્રોતાઓને કાવ્યરસમાં તરબોળ કર્યા હતા.

મોહનભાઈએ પોતાના વક્તવ્યમાં નવોદિતો માટે ઉપયોગી ભાથું પરું પાડ્યું હતું અને ગીત રચના માટે સ્વરૂપગત પાયાની સમજ આપી હતી. પ્રખ્યાત કવિઓની રચનાઓના ઉદાહરણ આપીને રસપ્રદ ભાવાવરણ નિર્માણ કર્યું હતું. આપણા કલ્પનાજગતમાં સ્વયંભૂ ઉદ્ભવતા અમૂર્ત શબ્દોને ટપકાવી લેવા પડે અને ત્યાર બાદ કવિકર્મ થકી સ્વયંના શબ્દભંડોળમાંથી શબ્દ ચૂંટીને અર્થસભર પંક્તિઓ રચવી પડે. પ્રથમ મુખડુ અને પછી અંતરા બનતા જાય. ગીત લયબદ્ધ હોય, ગેયતા હોય, ભાવની ગૂંથણી સાથે માર્મિક શબ્દ ચમત્કૃતિ ગીતને રસસભર બનાવે છે. ગાંધી વિદ્યાપીઠ વેડછીના મંત્રી અને કેળવણીકાર ડૉ.અંજનાબહેન ચૌધરીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ઊપસ્થિત રહીને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઊંચા શિખરના મારગ છે તો આકરા પણ રહેવાના, જીવનમાં બસ થોડા અઘરા દાખલા પણ રહેવાના,

સત્તા ને સંપત્તિ જ્યારે, માથે જઈને બેસે તો, હૈયાના દરવાજા થોડા, સાંકડા પણ રહે – નૈષધ મકવાણા.

“संसार विष वृक्षस्य, द्वे फले अमृतोपमे । काव्यामृत रसास्वाद संगत सुजने: सह ।।”

સુભાષિતમાં કહ્યું છે કે સંસાર તો એક ઝેરના વૃક્ષ સમાન છે. પરંતુ એના ઉપર ફક્ત બે ફળ છે તે અમૃત સમાન છે. એક કાવ્યનો રસાસ્વાદ અને બીજું સજ્જનોની સંગત. આ બંને લાભ સાહિત્ય સેતુની કાવ્યગોષ્ઠિમાં મળ્યા.

.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

4 months ago