સુરત15 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સબરજિસ્ટ્રાર કચેરીમાં જમીન તબદિલ કરવાના કૌભાંડમાં ગાંધીનગરની ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ
કલમ 63 હેઠળ અને 14મી એપ્રિલ પછીના જેટલા પણ બિનખેતી થયેલી 1254 ફાઈલોનું લિસ્ટ સ્ટેમ્પ ડ્યુટી અધિકારીને સોંપી તેમની પાસેથી સ્ટેમ ડ્યુટી રિકવરી કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી છે.
સુરતના અનેક બિલ્ડરોએ સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગાંધીનગર થી આદેશ મળતા જ શરૂ થઈ કાર્યવાહી. સુરત જિલ્લા કલેકટરે બોલાવેલી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કલમ ૬૩ હેઠળ અને 14 એપ્રિલ પછીની જેટલી પણ બિનખેતીની ફાઇલ બની છે તે 1254 ફાઈલનું લિસ્ટ સ્ટેમ્પ ડયુટી અધિકારીને આપીને રિકવરી કરવાની સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશ કરાયા છે. આ આદેશની સાથે જ તમામનો ઝડપથી નિકાલ થાય તે માટે પ્રાંત ઓફિસરને પણ ચકાસણીમાં જોડવામાં આવશે. સુરતમાં 60 જેટલા દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી ઓછી વસૂલવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેની તપાસ માટે ટીમ સુરત સુધી આવી હતી. 60 દસ્તાવોજોમાં સ્ટેમ ડ્યુટી ઓછી મળી હોવાથી અન્ય દસ્તાવેજોમાં પણ આ રીતે ગેરરીતિ થઈ છે કે નહીં તે શંકાના આધારે રાજ્ય સરકાર હવે દસ્તાવેજોની તપાસ કરશે.
.