11-year-old son ingests rock poison in Ninder, family mourns as he dies during treatment | 11 વર્ષનો એકનો એક દીકરો નિંદરમાં ખડમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી ગયો, સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પરિવાર શોકમાં ગરકાવ

Spread the love

રાજકોટ32 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ નજીક આવેલા કાથરોટા ગામની સીમમાં રહેતા જયેશ ગોરધનભાઇ મકવાણાના 11 વર્ષના પુત્ર રોનકે ગત તારીખ 20 ઓગસ્ટના રાત્રે નિંદરમાં વાડીએ પડેલી ખડમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોને કંઇક અલગ પ્રવાહી પુત્રથી પીવાઇ ગયાની જાણ કરતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પુત્રની ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે, રોનક એક અઠવાડિયાથી બીમાર હતો અને ગત તારીખ 20ના રાત્રે તેને ઉધરસ આવ્યા બાદ ઉલ્ટી થતા નિંદરમાં તે દવા પીવા માટે ગયો હતો, ત્યારે ભુલથી ઝેરી દવા પી લીધી હતી, ત્યારે એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

બાળક સીડી પરથી પડ્યોનો મોત
જસદણના કાથરોટા ગામે રહેતો 7 વર્ષીય ગૌરવ સંજયભાઇ ઝાપડીયા ઘરે રમતો હતો, ત્યારે અચાનક સીડી પરથી પડી જતાં ગૌરવને માથામાં ઇજાઓ થતા રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહીં મોડી રાતે તેને સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. સાત વર્ષના બાળકના મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાવ અંગે જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જસદણ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ જસદણ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અરજદારને રકમ પરત કરાવી

અરજદારને રકમ પરત કરાવી

ઓનલાઈન ટ્રાન્જેક્શનથી 49,000 ઉપડી ગયા
રાજકોટના અરજદારને એરટેલ કંપનીના સીમકાર્ડમાં ઓનલાઇન રીચાર્જ કરવાં એપ્લિકેશનમાંથી 666નું રીચાર્જ કરાવ્યું હતું. જે રકમ તેના ખાતામાંથી ડેબિટ થયાં બાદ પણ રિચાર્જ થયેલું ન હતું. જેથી અરજદારે એરટેલ કંપનીની રાજકોટની ઓફીસનો સંપર્ક કરી ત્યાં અરજી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે અરજદારને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો અને સામેવાળી વ્યક્તિએ કહ્યું કે, તમારા ખાતામાંથી જે રકમ ડેબિટ થયેલી છે તે રકમ રિફંડ મળી જશે અને અરજદારના ATM કાર્ડના 16 આંકડાનો નંબર, સીવીવી નંબર તથા એક્સપાયરી ડેટ મેળવી તેના ખાતામાંથી કુલ 49,000 ઓનલાઇન ટ્રાન્જેક્શનથી ટ્રાન્સફર કરી ફ્રોડ કરેલું હતું. જે અરજી પરથી બી. ડિવિઝન પોલીસ ફ્રોડમાં ગયેલી રકમ વાળું એકાઉન્ટ ફ્રીઝ કરાવી અરજદારની રકમમાંથી 39,996 પરત કરાવ્યા હતા.

કારમાં બેસતા હાર્ડ એટેકથી મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરનાં વતની હાલ પુષ્કરધામ સોસાયટીમાં રહેતા 49 વર્ષિય ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ રાણા ગતરાત્રે રાણી ટાવર પાસે આવ્યા હતા. જ્યાં મેડિકલ સ્ટોર્સમાં દવા લેવા ગયા અને દવા લઈ પરત તેમની કારમાં બેસતા હાર્ટ એટેક આવતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક ઓમદેવસિંહ રાણા ગેસની એજન્સી ધરાવે છે તેમને સંતાનમાં એક દીકરી છે. બનાવના પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલ તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ખુલ્લા મેદાનમાં યુવકે ગળાફાંસો ખાધો
મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલ સાંઈબાબા સર્કલ પાસે બજરંગ ઈન્ડસ્ટ્રીયલમાં રહેતા 22 વર્ષીય પ્રમોદ મસરીભાઈ ગૌતમની પત્ની ઉતરપ્રદેશ માવતરે ગઈ હતી. બે દિવસ પહેલા યુવકે તેની પત્નીને ત્યાં ઉતરપ્રદેશમાં જ આવેલા તેના ઘરે જવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેની પત્ની બે દિવસથી ત્યાં જવાની ના પાડતા કંટાળીને યુવકે સ્વાતીપાર્કમાં સામે ખુલ્લા મેદાનમાં આવેલા વૃક્ષમાં દોરડા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે યુવકના લગ્ન બે મહિના પહેલા જ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વાડીમાં દારુની હેરાફેરી
રાજકોટ શહેર LCB ઝોન-1ના ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બેડી ચોકડી પાસે મામા સાહેબના મંદિર સામે આવેલી વાડીમાંથી દારૂની હેરફેર થવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ સ્ટાફે દરોડા પાડી વાડીમાંથી વિદેશી દારૂની 472 બોટલ સાથે 40 વર્ષીય ચંદ્રેશ બાબુલાલ સાધરીયાને દબોચી દારૂ, કાર, બે બાઈક સહિત 4.51 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને દરોડા દરમિયાન નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

દારુની હેરાફેરી કરનારો

દારુની હેરાફેરી કરનારો

સાત ગુનામાં સંડોવાયેલાને જેલમાં નાખવાની કાર્યવાહી
રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએથી થયેલા સાત ચીલઝડપના ગુનામા સંડોવાયેલ ધ્રોલના ગોવિંદ કોળીને ક્રાઈમ બ્રાંચે પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . શહેરમાં અલગ અલગ જગ્યાએ થયેલી ચીલઝડપના સાત ગુનામાં સંડોવાયેલા 47 વર્ષિય ગોવિંદ કુરજી ધામેચા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનરને મોકલાતા આરોપીને ભૂજ જેલમાં મોકલવાનો આદેશ કરતા ક્રાઈમ બ્રાંચે આરોપીને પકડી જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *