વડોદરા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
શહેરના 11 ટ્રેકરે 6 દિવસમાં 14 હજાર ફૂટ ઊંંચે આવેલો કાશ્મીર ગ્રેટ લેગ્સ સર કર્યો હતો.
- 84 કિમીમાં વિષ્ણુસર, કિશનસર, સતસર, ગંગવલ અને ગડસર તળાવો પાસ કર્યાં હતાં
- 14 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા કાશ્મીર ગેટ લેગ્સ પીઓકેથી માત્ર 8 કિમી દૂર આવેલો છે
ભારતીય સૈન્યની મદદથી શહેરના 11 ટ્રેકરે 6 દિવસમાં 84 કિમીનો 14 હજાર ફુટ ઉપર આવેલા કાશ્મીર ગ્રેટ લેગ્સને સર કર્યો છે. કાશ્મીર ગેટ લેગ્સ પીઓકે થી માત્ર 8 જ કિલોમીટર દૂર હોવાને કારણે આ જગ્યાએ ટ્રેકિંગ કરવા આવતા ટ્રેકરોને ભારતીય સૈન્યના જવાનોની મદદ મળી હતી.
થ્રિલ બ્લેઝર્સના સ્થાપક ધૈવત પંડયાએ જણાવ્યું હતું કે, 11 ટ્રેકરોએ 6 દિવસના ટ્રેકિંગમાં પહેલા દિવસે મણિગામ વાળો બેરિયર રૂટ ક્રોસ કરતા પહેલા મિલેટ્રી છાવણીમાં આસરો લીધો હતો. જુદી જુદી ફિલ્ડમાંથી આવેલા યુવાનોએ 7 દિવસની અંદર ગ્લેસિયરના પાણીથી બનેલી વિષ્ણુસર, કિશનસર, સતસર, ગંગવલ અને ગડસર જેવા તળાવોને પાર કર્યા હતા. 84 કિલોમીટરના ટ્રેકમાં ટ્રેકરોએ ગડસર પાથ ક્રોસ કર્યા હતો.
સમગ્ર ટ્રેકની અંદર ગ્રાસલેન્ડ અને દરેક જગ્યાએ પીળા ફૂલ ઉગ્યા હતા. ઓછું ઘાસ અને ફૂલ વધારે તેવી જગ્યાઓ વચ્ચેથી નીકળતી નદી જોવા મળી હતી. ટ્રેક દરમિયાન અમુક જગ્યાએથી 2-2 તળાવો એક સાથે નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. કેજીએલ ટ્રેક ઉપર ગુજરાતીઓની તુલનામાં મહારાષ્ટ્રીયન, બેંગોલી અને કલકત્તાથી વધારે લોકો આવે છે.
ખભે 15 કિલો બેગ લટકાવીને ચાલી શકાય તે માટે પ્રેક્ટિસ કરી
11 ટ્રેકરોએ આ ટ્રેકને સફળ રીતે પાર કરવા માટે 15 દિવસ પહેલાથી રોજ 3 કિમી ચાલવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ શહેરમાં ચઢાણવાળા જે પણ વિસ્તારો હોય તે ચાલીને ચઢવાની પ્રક્ટીસ કરતા હતા. આ ઉપરાંત ખભા અને પગને લગતી તમામ કસરતો ટ્રેકર દ્વારા નિયમીત રીતે કરવામાં આવી હતી. જેથી ટ્રેકીંગ દરમિયાન 15 કિ.ગ્રા સુધીની ખભે બેગ લટકાવી તેઓ ચાલી શક્યાં હતાં.
.