1063 crore in the coffers of Rajkot IT in three months | રાજકોટ ITની તિજોરીમાં ત્રણ મહિનામાં 1063 કરોડ ઠલવાયા

Spread the love

રાજકોટ7 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતા 145 કરોડ વધુ આવક
  • રૂ.322 કરોડનું રિફંડ ચૂકવાયું, ગત વર્ષે રૂ.918 કરોડનું કલેક્શન હતું

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રાજકોટ ઈન્કમટેક્સ વિભાગની તિજોરીમાં કરદાતાએ રૂ.1063 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાંથી આવકવેરા વિભાગે રૂ.322 કરોડનું રિફંડ ચૂકવ્યું છે. ગત વર્ષે પ્રથમ ક્વાર્ટરની આવક રૂ.918 કરોડની હતી.

ઈન્કમટેક્સના અધિકારીઓના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા જે રાજકોટમાં આવકવેરા વિભાગની ટીમે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. હજુ નાણાકીય વર્ષ પૂરું થવાને ત્રણ ક્વાર્ટર બાકી છે. ત્યારે આ વખતે કરદાતાઓ સમયસર ટેક્સ ચૂકવી દે તેવી આશા સેવાઈ રહી છે. રાજકોટમાં સોની વેપારી, ઉદ્યોગપતિ, બિલ્ડરો ટેક્સ ભરવામાં આગળ છે. રાજકોટ ડિવિઝનમાં મોરબી, જામનગરના ઉદ્યોગપતિ પણ પોતાનો ટેક્સ જમા કરાવે છે. જે લોકોએ ટેક્સ જમા નથી કર્યો તેને નોટિસ મોકલવામાં આવી છે અને તેને મુદત આપવામાં આવી છે. જો સમયસર ટેક્સ ભરપાઈ નહિ થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે શેરબજાર, મિલકતમાં મોટા પાયે રોકાણ કરનાર તેમજ મોંઘા વાહનની ખરીદી કરી નિયમ મુુજબ ટેક્સ નહિ ભરનાર પર આવકવેરા વિભાગની બાજ નજર છે. જ્યાં પણ ટેક્સચોરી માલૂમ પડશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *